
ફતેપુરા શબ્બીર સુનેલવાલા
ફતેપુરા તાલુકાના કરોડીયાપુવ ગામેથી ગલાલપુરા જતા નવીન ડામર રોડનુ નું કામ બંધ હોવાથી વાહન ચાલકોને પરેશાની
ફતેપુરા થી બટકવાડા સંતરામપુર સુધી નું ડબલ ટ્રેક રોડ બનાવવા માટે પૂર્વ કમિશનર પારગી ની મંત્રીને લેખિત રજૂઆત
ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ઉખરેલી રોડ થી બટકવાડા ઉખરેલી તરફનો સંતરામપુર તરફ જતો રોડ નવીન રોડ બનાવવા માટેની કામગીરી જે તે કોન્ટ્રાક્ટર દ્વારા શરૂઆત કરવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા મેટલ કપચી ડામર નાખી રોડ બનાવવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ આ કામગીરી છેલ્લા લાંબા સમયથી બંધ કરી દેવામાં આવતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મોટી મોટી કપચીના થી નાના-મોટા વહાનો પોતાની સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી શકવાની શક્યતા રહે છે જેથી અકસ્માત થવાની સંભાવના રહેલ છે જેથી લોકોમાં ભારી રોષ જોવા મળી રહેલ છે જરૂરી કામગીરી તાત્કાલિક પૂરી કરાય અને નવીન ડબલ રોડ બનાવી સાઈડો પોહળી કરે તે જરૂરી છે
કોન્ટ્રાક્ટર દ્વાર રસ્તાની કામગીરી શરૂ કરી અડધી થી બંધ કરી દેવાઈ હોય વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ફતેપુરા થી બટકવાડા સંતરામપુર સુધીનો ડબલ ટ્રેક રોડ બનાવવા માટે માર્ગ અને મકાન મંત્રી શ્રી ની લેખિતમાં જાણ કરેલ છે
જી એમ પારગી પૂર્વ કમિશનર અને સ્થાનિક રહીશ