Wednesday, 23/04/2025
Dark Mode

ફતેપુરામાં આવાસ માટે ફાળવાયેલી જમીનમાં ગેરકાયદેસર બાંધકામનો મામલો:ચાર દિવસ અગાઉ ગ્રામ પંચાયત દ્વારા સીલ મરાયેલી ચાર દુકાનો પૈકી બે દુકાનોના સીલ તોડી દુકાન માલિકે કર્યો પ્રવેશ:ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ

May 28, 2021
        807
ફતેપુરામાં આવાસ માટે ફાળવાયેલી જમીનમાં ગેરકાયદેસર બાંધકામનો મામલો:ચાર દિવસ અગાઉ ગ્રામ પંચાયત દ્વારા સીલ મરાયેલી ચાર દુકાનો પૈકી બે દુકાનોના સીલ તોડી દુકાન માલિકે કર્યો પ્રવેશ:ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ

     શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા સીલ કરવામાં આવેલ દુકાનનું દુકાનના માલિક દ્વારા સીલ તોડી દુકાનમાં અનધિકૃત રીતે કરેલ પ્રવેશ

ઘરવિહોણા માટે વર્ષો અગાઉ ફાળવેલ જમીન પર મકાનનું બાંધકામ નહીં કરી દુકાન નું બાંધકામ કરેલ હોય ગ્રામ પંચાયત દ્વારા દુકાનો સીલ કરવામાં આવી હતી

અનઅધિકૃત રીતે પરવાનગી વગર દુકાનો સીલ તોડી દુકાનો માં પ્રવેશ કરતા માલિક વિરુદ્ધ ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆત

ફતેપુરા તા.28

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં પોલીસ સ્ટેશન રોડ પર રોડને અડીને આવેલ જમીન ઘરવિહોણા ઈસમને મકાનના બાંધકામ માટે જમીનની ફાળવણી કરવામાં આવેલ હતી પરંતુ મકાન બાંધકામ નહીં કરી મકાનના બાંધકામ માટે મળેલ જમીન પર દુકાનનું બાંધકામ કરી કોમર્શિયલ હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવતા આ ચાર દુકાનોને ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા બે દિવસ અગાઉ સીલ મારી દેવામાં આવી હતી.દુકાનના માલિકોને ખબર પડતાં અનઅધિકૃત રીતે પરવાનગી વગર ચાર દુકાનો પેકી બે દુકાનો નું સીલ તોડીને પ્રવેશ કરી દુકાનો પર કબજો જમાવી દેતા જેની જાણ ગ્રામ પંચાયતના સત્તાધીશોને થતા અનઅધિકૃત રીતે પરવાનગી વગર સીલ તોડી ને દુકાનોમાં ભરાઈ ગયેલા માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી ઉપરાંત આઈ.જી. ગોધરા જિલ્લા કલેકટર દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દાહોદ પ્રાંત અધિકારી ઝાલોદ ડીવાયએસપી ઝાલોદ સી.પી.આઈ. ઝાલોદ મામલતદાર ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા ને કાર્યવાહી કરવા માટે લેખિતમાં જાણ કરેલ હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!