
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ગુજરાત રાજ્યનાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના પીઢ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ ફતેપુરા તાલુકા કોંગ્રેસ કાર્યાલયને લીઘી મુલાકાત..
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી મંગળવારના રોજ દાહોદના આદિવાસી સંમેલન ઉપસ્થિત રહેવાના હોય તે માટે ને મળેલ મીટીંગ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી તારીખ 10 5 2022 ને મંગળવારના રોજ દાહોદ મુકામે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં વિશાલ આદિવાસી સંમેલન ને સંબોધવાના હોય ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના પૂર્વ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ દાહોદના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ ના કાર્યાલય પર મીટીંગ યોજી વધુમાં વધુ લોકો આ સંમેલનમાં જોડાય તે માટે નું આહવાન કર્યું હતું આ મિટિંગમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ડોક્ટર કિશોરભાઈ તાવિયાડ રઘુભાઈ મછાર ગોવિંદભાઈ પરમાર તેમજ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા