
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાના દેવધા ગામે રાત્રીના સમયે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત:બે ઈજાગ્રસ્ત..
ગરબાડા તા.09
પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રિના સમયે પુર ઝડપે ગરબાડા થી દાહોદ તરફ જઈ રહી હતી ત્યારે દેવધા ગમે આવેલ ખાન નદી પુલ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી રોડ ની સાઈડ માં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કાર ચાલક તેમજ તેમાં સવાર અન્ય એક વ્યક્તિ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકો ને થતાં કાર માં ફસાયેલ કાર ચાલક તેમજ તેમાં સવાર વ્યક્તિને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.