
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે જિલ્લા સમાહર્તાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ..
દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસ્વીને અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગ્રામજનો ગ્રામસભામાં હાજર રહ્યા હતા
ફતેપુરા તાલુકાના ભોજેલા ગામ દાહોદ જિલ્લા કલેકટર શ્રી ડો. હર્ષિત ગોસ્વી ને અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી પ્રાંત અધિકારી ઝાલોદ મામલતદાર શ્રી પી.ઍન પરમાર તાલુકા વિકાસ અધિકારીશ્રી રાઠવા ગ્રામ પંચાયત ભોજેલા ના સરપંચ શ્રી ગોવિંદભાઈ પરમાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા રાત્રી ગ્રામ સભામાં કલેકટરશ્રી હર્ષિત ગોસવી સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ ની માહિતી આપી હતી તેમજ અરજદારોને સરકારશ્રીની યોજના નો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિધવા સહાય અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓને વિધવા સહાય અને વૃદ્ધ સહાય ના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું