
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં વિશ્વ મજૂર દિવસ કાર્યક્રમની વાગ્ધારા સંસ્થા દ્વારા ઉજવણી કરવામાં આવી.
વિશ્વ મજુર દિવસની નાની ઢઢેલી,માધવા,પાટડીયા,પટીસરા તથા ઘાણીખુટમાં ઉજવણી કરવામાં આવી.
મજુર દિવસ નિમિત્તે હાજર રહેલ શ્રમિક ગ્રામજનોને વધુમાં વધુ સંખ્યામાં ઇશ્રમ તથા શ્રમયોગી કાર્ડ બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
સુખસર,તા.1
આજરોજ ફતેપુરા તાલુકામાં વાગ્ધારા સંસ્થા દ્વારા મજૂર દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં યોજાયેલ કાર્યક્રમમાં ગામડાઓના મોટી સંખ્યામાં શ્રમિક લોકોએ હાજર રહી સરકાર દ્વારા શ્રમિક લોકોને મળતી વિવિધ સહાયો ની માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા.
જાણવા મળેલ માહિતી મુજબ આજરોજ 1 મે 2022 ના રોજ વાગ્ધારા સંસ્થા બાસવાડા દ્વારા નાની ઢઢેલી,માધવા,પાટડીયા, પટીસરા તથા ઘણીખુટમાં વિશ્વ મજૂર દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રશ્મિબેન પારગી, કમલેશભાઈ કનુભાઈ સંગાડા, રમેશભાઈ મકવાણા તથા રાકેશ ભાઈ સરપંચ તથા સંબંધિત ગ્રામ પંચાયત સભ્ય તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગિરીશભાઈ પટેલ દ્વારા વિશ્વ મજૂર દિવસ નિમિત્તે ઉપસ્થિત ગ્રામજનોને વધુમાં વધુ સંખ્યામાં તથા શ્રમયોગી કાર્ડ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા ઇશ્રમ અને શ્રમયોગી કાર્ડ થી નિર્માણ મજૂરને થતા લાભો વિષે તથા કાર્ડ બનાવવા માટે આવશ્યક દસ્તાવેજો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.તેમજ મજૂરોને એક મંચ મળી રહે વાગ્ધારા સંસ્થાના સહજ કાર્યકર્તા રમેશભાઈ કટારા,સરસ્વતીબેન પારગી,કૈલાશબેન ગરાસીયા,પારસીંગભાઈ રાવત તથા નિલેશભાઈ ભાભોરે પણ અલગ-અલગ ગામોમાં જઈને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તથા તેમના દ્વારા ઇશ્રમ કાર્ડ તથા શ્રમયોગી કાર્ડના તફાવતો વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ તમામ જગ્યાએ મોટી સંખ્યામાં શ્રમિક લોકો હાજર રહી માહિતી મેળવી હતી.