
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં ઓનલાઈન ફેસ એન્ટ્રી હાજરી પત્રક મુકાયો
ફતેપુરા તાલુકા પંચાયતના કર્મચારીઓએ ફરજિયાત નોકરી આવતા સમયે અને નોકરી નો સમય પૂરો થતાં ઘરે જતી વખતે ફરજિયાત ફેસ ઓનલાઈન હાજરી પુરાવી પડશે
ફતેપુરા તાં.02
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતમાં મદદની તાલુકા વિકાસ અધિકારી ની ચેમ્બરમાં ફરજિયાત ફેસ ઓનલાઇન હાજરી પત્રક મૂકવામાં આવેલ છે ફતેપુરા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પોતાની ફરજ દરમ્યાન તાલુકા પંચાયતમાં હાજર થતી વખતે અને તાલુકા પંચાયત માંથી નોકરીનો સમય પૂરો થતા ઘરે જતી વખતે ફરજિયાત દરરોજ ઓનલાઇન રૂબરૂ હાજરી પુરાવી પડશે ફતેપુરા તાલુકા પંચાયતમાં 28 જેટલા કર્મચારી ફરજ બજાવે છે જેમાં 8 કર્મચારીઓ રેગ્યુલર જ્યારે 20 કર્મચારીઓ કરાર આધારિત છે આ તમામ કર્મચારીઓએ તાલુકા પંચાયતમાં સવારના 10:30 કલાકે અને સાંજના 6 10 કલાકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવવાના સમયે સવારના અને ફરજ બજાવી સાંજના ઘરે જવાના સમયે ફરજિયાત પણે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં મૂકવામાં આવેલ ઓનલાઇન ફેસ હાજરીપત્રક માં ફરજિયાત પણે હાજરી પુરાવી પડશે સરકારશ્રીના આ અભિગમથી રાજ્યમાં ગુલ્લેબાજ અને મોડા આવતા કર્મચારીઓ પર બ્રેક લાગશે