
દાહોદ રેલવે કારખાનાના મુખ્ય પ્રબંધક વિનય કુમારને ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ રેલ મંત્રી રાજભાષા રજત પદક થી સન્માનિત કરાયા.
દાહોદ રેલવે કારખાના ના ઇતિહાસમાં પ્રથમ વખત મુખ્ય કારખાના પ્રબંધકને રેલ મંત્રી રાજભાષા રજત પદક મેળવ્યું..
દાહોદ તા.૦૨
દાહોદ શહેરમાં રેલવે વિભાગના મુખ્ય કારખાના પ્રબંધક, દાહોદને તેઓના વર્ષ 2021 માં રાજભાષા કાર્યન્વયનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ રેલ મંત્રી રાજભાષા રજત પદક થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દાહોદ રેલવે સ્ટેશન ખાતે મુખ્ય કારખાના પ્રબંધક તરીકે કાર્યરત વિનય કુમાર દ્વારા તેઓના વર્ષ 2021 માં રાજભાષા કાર્યન્વયનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ રેલ મંત્રી રાજભાષા રજત પદકથી પ્રધાન કાર્ય પાલક નિર્દેશક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વિનય કુમારને પ્રદાન કરવામાં આવેલ પુરસ્કાર રાશિ આરટીજીએસ એનઈએફટી ના માધ્યમથી તેઓના બેન્ક ખાતામાં સીધેસીધું ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિનય કુમારને મંત્રી રાજભાષા રજત પદકથી સન્માનિત કરવામાં આવતા દાહોદના રેલવે કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેઓને શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.