
શબ્બીર સુનેલવાલ/ વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
ઝાલોદ તાલુકામાં નકલી રેમડીસિવિર ઈન્જેક્શન વેચાણ બાબતે આદિવાસી ટાઈગર સેના દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર
ઝાલોદ તાલુકામાં નકલી ઇન્જેક્શનની ન્યાયીક તપાસ થાય અને બીજા આરોપીને પકડી કડકમાં કડક સજા થાય તેવી માંગ
ફતેપુરા તા.24
સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી ના પગલે હાહાકાર મચી ગયો છે ત્યારે ઘેર ઘેર કોરોના ના કેસો જોવા મળી રહ્યા છે ત્યારે આ મહામારી થી અસંખ્ય લોકો પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેવા સમયે સૌ પોત પોતાના જીવ બચાવવા અસલી કે નકલી જોયા વિના જ કોરોનાની બીમારીમાં રામબાણ સાબિત થયેલા રેમડિસિવિર ઇન્જેક્શન પાછળ દોડી રહ્યા છે ત્યારે ઝાલોદ તાલુકામાં નકલી ઈન્જેક્શનનો રાજ્યવ્યાપી ૧લી મેના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાસ કર્યો હતો જેનો મુખ્ય સૂત્રધાર જયદેવસિંહ ઝાલા ની ધરપકડ થયેલી છે જેમાં ઝાલોદ તાલુકામાં સૌથી વધુ 179 નકલી ઇન્જેક્શન છે તો ઝાલોદમાં આ ઇંજેક્શન કોના મારફતે આવ્યા કોણે કોણે ખરીદ્યા આ મોતના સોદાગર કોણ છે આ તમામને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી દેશદ્રોહનો ની કલમ લગાવી ફાંસીની સજા આપવા માંગ છે આ સમગ્ર બાબતની ન્યાય અને સ્વતંત્ર તપાસ થાય અને સત્ય બહાર આવે અને તાત્કાલિક તપાસ થાય તેવી માંગ સાથે ફતેપુરા તાલુકા આદિવાસી ટાઇગર સેનાના પ્રમુખ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે