Sunday, 28/11/2021
Dark Mode

દાહોદ શહેરમાં પ્રેમ સંબંધનો કરૂણ અંજામ:એક સંતાનના પિતાએ પ્રેમમાં દગો કરતા યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત,પ્રેમી યુવાન સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

May 24, 2021
        15932
દાહોદ શહેરમાં પ્રેમ સંબંધનો કરૂણ અંજામ:એક સંતાનના પિતાએ પ્રેમમાં દગો કરતા યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત,પ્રેમી યુવાન સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

 રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ શહેર માં પ્રેમ સંબંધ નો કરૂણ અંજામ

 એક સંતાનના પિતા એ પ્રેમ માં દગો કરતા યુવતી નો ગળાફાંસો ખાઇ આપઘાત 

ચાર વર્ષના પ્રેમ સંબંધ બાદ પ્રેમી યુવાનનો ભાંડો ફૂટયો

યુવાને લગ્ન ની ના પાડતા યુવતી એ અંતીમ પગલું ભર્યું

 પ્રેમી યુવાન સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

યુવતી એકતરફી પ્રેમમાં પાગલ હોવાનો યુવાનનો આક્ષેપ

દાહોદ તા.૨૪

દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તાર ખાતે આજે એક ચકચારી બનાવ સામે આવ્યો છે. એક ૨૪ વર્ષીય વ્હોરા સમાજની યુવતી તેનાથી 9 વર્ષ મોટા પરણિત યુવકના પ્રેમમાં પડી હતી. તેમજ ચાર વર્ષના પ્રેમ સંબંધમાં તેનાજ સમાજના પરણિત યુવકે લગ્ન કરવાની ના પાડી દેતાં આઘાતમાં ચાલી ગયેલ યુવતીએ આજરોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યાં કરી લેતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે યુવતીના પરિવારનોમાં આક્રંદનો માહોલ સર્જાઈ ગયો હતો. આ સંબંધે યુવતીના પિતા દ્વારા યુવક વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.

યુવતી જોડે પ્રેમ સબંધમાં રહેનાર યુવક પરણિત તેમજ બે બાળકોનો પિતા હોવાનું ઘસ્ફોટક

દાહોદ શહેરના ગોદીરોડ કુત્બી મસ્જીદની પાસે રહેતી ૨૪ વર્ષીય ફાતેમાં શબ્બીર હુસેન યુસુફભાઈ લીમખેડાવાલા સાથે ચાર વર્ષ સુધી પ્રેમ સબંધમાં રહેનાર હુસૈન અબ્બાસ શાકીર પહેલેથી પરણિત હોવાનું ઘસ્ફોટક થયું છે. તેમજ હુસૈનને એક 8 વર્ષનો પુત્ર છે. તેમજ હાલમાં તેની પત્ની ગર્ભવતી હોવાથી આગામી સમયમાં બીજા સંતાનનો પિતા બનવાનો જાણવા મળેલ છે.

પરણિત યુવક જોડે ચાર વર્ષ અગાઉ પગપાળા પ્રવાસ દરમિયાન ગલિયાકોટમાં થયેલ મુલાકાત પ્રેમ સબંધમાં પરિણમી:ચાર વર્ષના સબંધો બાદ યુવતીએ ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું 

પરણિત યુવકનો ફાઈલ ફોટો 

દાહોદ શહેરના ગોદીરોડ કુત્બી મસ્જીદની પાસે રહેતી ૨૪ વર્ષીય ફાતેમાં શબ્બીર હુસેન યુસુફભાઈ લીમખેડાવાલાની દાહોદ શહેરમાં જ ચાકલીયા રોડ પીસ પાર્ક અંડર બ્રીજ પાસે રહેતો અને ગોધરારોડ ખાતે ફર્નિચરની દુકાન ધરાવતો હુસેન અબાસભાઈ શાકીર (ઉ.વ.૩૫) ની પ્રથમ મુલાકાત ચાર વર્ષ અગાઉ ધુળેટીના પર્વ પર ફતેપુરાથી ગલિયાકોટ પગપાળા જતા થઇ હતી. જ્યાં ગલિયાકોટ જઈ બન્ને વચ્ચે એકબીજા ના મોબાઈલ નંબર લઇ મિત્રતા થઇ ત્યારબાદ અવારનવાર વાતચીત બાદ પ્રેમ પ્રકરણ બંધાયો હોવાનું કહેવાય છે.જોકે આજરોજ યુવકે લગ્ન કરવાનું ના પાડતાં યુવકે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનું પરિવારજનોએ આરોપ મૂકી ફરિયાદ નોંધાવતા પોલિસે યુવક વિરુદ્ધ 306 મુજબ ગુનો દાખલ કરી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મારી યુવતી જોડે ચાર વર્ષથી ફક્ત મિત્રતા હતી.મારી જોડે બળજબરીથી એકતરફા પ્રેમમાં હોવાનું યુવકનો આક્ષેપ

 પ્રેમ પ્રકરણમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરનાર યુવતીની ફાઈલ ફોટો 

સમગ્ર મામલે હુસૈન જોડે થયેલ વાતચીતમાં તેને જણાવ્યું હતું કે ફાતેમા લીમખેડાવાળા જોડે મારી મુલાકાત ચાર વર્ષ અગાઉ ધૂળેટીના પર્વ દરમિયાન ફતેપુરા થી ગલિયાકોટ જતી વખતે થઈ હતી તે સમયે અમે એકબીજાનો નંબર લેતા મિત્રતા થઇ હતી. ત્યારબાદ છેલ્લા ચાર વર્ષથી તે મારી જોડે એક તરફ પ્રેમમાં હતી. મેં એને કીધું કે હું સાદી સુદા છું.પણ એ મારી જોડે બળજબરી કરતી હતી. મેં એને પ્રેમ પ્રકરણ વિશે સ્પષ્ટ ના પાડી હતી પરંતુ એ મારી પાછળ પડી ગઈ હતી.આ મામલે આઠ નવ મહિના પહેલા મારી પત્નીએ પણ તેમના પરિવારજનોને સમજાવ્યા હતા. પરંતુ આ મારી જોડે પ્રેમ સંબંધ રાખવા માંગતી હતી. જે મને મંજુર નહોતો. જોકે હુસૈનના આક્ષેપોમાં તથ્ય કેટલો? એ તો પોલીસ તપાસમાં જ બહાર આવે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!