
ફતેપુરા શબ્બીર સુનેલવાલા
તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ
ફતેપુરા તાલુકાના ડુંગર મુખ્ય શાળા માં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ
ફતેપુરા કોર્ટના જજ અને ચેરમેન શ્રી એ એ દવે સાહેબની અધ્યક્ષતામાં યોજાઇ હતી
ફતેપુરા તાલુકાના ડુંગર ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળામાં તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી ફતેપુરા દ્વારા કાનૂની શિક્ષણ શિબિર ફતેપુરાના જજ શ્રી અને ફતેપુરા તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી ના ચેરમેન શ્રી એ એ દવે સાહેબની અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં શાળાના આચાર્યશ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રી ડુંગર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વકીલ એલ જી નીનામા લીગલ સેક્રેટરી ડી બી સોલંકી લીગલ આસિસ્ટન્ટ સી વી પારગી પી એલ વી તેરસીંગભાઇ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત આજરોજ ડોક્ટર આંબેડકર જયંતી હોય ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને દીપ પ્રગટાવી પુષ્પાંજલિ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પોક્સો એક્ટ આર ટી ઇ એકટ ઘરેલુ હિંસા અધિનિયમ ની જાણકારી તથા જમીનને લગતા દાવા કેસો તથા 73 AA કલમની માહિતી આપવામાં આવેલ હતી