શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા ,બાબુ સોલંકી :- સુખસર
સુખસરમાં રામનવમી નિમિત્તે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી
દંડક રમેશભાઈ કટારા, પ્રમુખ શંકરભાઇ આમલિયાંર, ચેરમેન પ્રફુલ ડામોર, સહિત અનેક ભકતો જોડાયા
સુખસર,તા.11
ફતેપુરા તાલુકાના સુખસરમાં રામ નવમી નિમિત્તે ભગવાન શ્રીરામના જન્મદિવસની શોભાયાત્રા નીકળી હતી.જેમાં હજારોની સંખ્યામાં લોકો એ આ ભવ્ય શોભાયાત્રાનો લાભ લીધો હતો.આસપાસના ગામડાના લોકો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા.ધર્મપ્રેમી જનતા રામ નામમાં રંગાઈ હતી.ઠેરઠેર જગ્યાએ આ ગરમીમાં સરબત તથા નાસ્તાના સ્ટોલ ગોઠવાયા હતા.સુખસર ગામ અયોધ્યામાં ફેરવાયું હતું.
જય જય શ્રી રામના નારાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.શ્રી રામ યાત્રામાં ગુજરાત સરકારના દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલિયાંર, ચેરમેન પ્રફુલ ડામોર, આગેવાન બાબુભાઈ આમલિયાર, સરપંચ નરેશભાઈ કટારા,વકીલ પ્યારેલાલ કલાલ, ડો.ભરતભાઈ પટેલ, સહિત સુખસર, બલૈયા, આફવા, સાગડાપાડા, વિસ્તારના રામ ભક્તો જોડાયા હતા. ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.દયાળુ હનુમાનજી મંદિર ખાતે શોભાયાત્રા બાદ મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરાયું હતું.શ્રી રામ સમિતિ સુખસર દ્વારા સમસ્ત કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.