
શબ્બીરભાઈ સુનેલ વાલા/બાબુ સોલંકી:- ફતેપુરા/કપિલ સાધુ :- સંજેલી
ફતેપુરા તેમજ સંજેલી તાલુકામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાઈ
ફતેપુરા/સંજેલી તા.24
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોને અને ગ્રામજનોને ટીબી રોગ શું છે..? તે શેનાથી થાય છે.?તેનો ફેલાવો કેવી રીતે થાય છે.? તેમાં શું કાળજી રાખવાની હોય છે.?તેનાથી કેવી રીતે બચી શકાય..?જેવી બાબતોનો ખ્યાલ આપવામાં આવ્યું હતું. સાથે સાથે આર્થિક નુકશાન શારીરિક નુકસાન અને માનસિક નુકસાનની સમજણ આપવામાં આવી હતી.ત્યારબાદ બાળકો અને શિક્ષકો દ્વારા રેલી રૂપે ગ્રામજનોને આજના દિવસનો સંદેશ આપવામાં આવ્યું હતું.જેમાં બાળકો દ્વારા સૂત્રોરચાર જેવા કે બીડી સિગારેટ બંધ કરો ભાઈ બંધ કરો સૂત્રોચારથી ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.આજના શુભ દિવસે ગ્રામજનોને એક વ્યસન છોડવાનું સંકલ્પ કરવામાં આવ્યો હતો.તથા બાળકો દ્વારા આગામી સમયમાં વ્યસન મુક્ત ગામ તમાકુ મુક્ત ગામ બનાવવાના સંકલ્પ કરવામાં આવ્યું હતું.આ રીતે શાળા દ્વારા બાળકો દ્વારા અને શિક્ષકો દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.