
રાજેશ વસાવે :- દાહોદ
ફતેપુરા તાલુકાના હિંગળા ગામે હોળીના દિવસે થયેલ ઝઘડાની અદાવતેં ચાર ઈસમોએ બે મહિલા સહીત ત્રણ વ્યક્તિઓ પર કર્યો હુમલો..
દાહોદ તા.21
ફતેપુરા તાલુકાના હિંગળા ગામે હોળીના દિવસે થયેલ ઝઘડાની અદાવત રાખી 4 ઈસમોએ એક મહિલાના ઘરે પથ્થરો મારી તે સમયે છોડાવવા વચ્ચે પડેલા અન્ય બે ઈસમો જોડે મારઝૂડ કરી જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી ભાગી ગયાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના હિંગળા ગામના નિશાળ ફળિયાના સમસુભાઈ જગાભાઈ સંગાડા, જયપાલસિંહ કલસીગભાઈ સંગાડા, અનિલભાઈ માનસિંગભાઈ સંગાડા, તેમજમનહરભાઈ માનસિંગભાઈ સંગાડાએ અગાઉ હોળીના દિવસે થયેલ ઝઘડાની અદાવત રાખી તેમના ગામની ઈટાલી બેન બાબુભાઈ ભગોરાના ઘરે જઈ પથ્થર વડે હુમલો કરી ઈટાલી બેન જોડે મારઝુડ કરતા તે દરમિયાન જીગ્નેશભાઈ તેમજ સોનલબેન વચ્ચે છોડાવવા પડતા ઉપરોક્ત ઈસમોએ લાકડીના ફટકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા.
ઉપરોકત બનાવ સંદર્ભે ફતેપુરા હિંગળા ગામના નિશાળ ફળીયાની ઇટાલીબેન ભગોરાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફતેપુરા પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.