
દાહોદના ગોધરા રોડ નરસિંગ કોલોનીના રહેવાસીઓ દ્વારા વિવિધ માંગ સાથે પાલિકા પ્રમુખ/ઉપ પ્રમુખને રજુઆત કરાઈ
દાહોદના ગોધરા રોડ નરસિંગ કોલોનીની મહિલાઓ મોટી સઁખ્યામાં નગરપાલિકા ખાતે આવી પહોંચીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી રજુઆત કરવામાં આવી હતી.
દાહોદ તા.17
દાહોદના ગોધરારોડની નરસિંગ કોલોનીમાં ઘણા એવા મકાન માલિકોએ પોતાના મકાનોની બહાર ઓટલાઓ બનાવી દેવામાં આવ્યા છે અને મકાનની બહાર ગાડીઓ મૂકી ગેરકાયદેસર રીતે ખોટી રીતે દબાણો ઉભું કરી દેતા લોકોને સમશ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જેથી ઇમરજન્સીમાં પણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવા માટે મજબુર થવું પડે છે જેથી અવાર નવાર ઝગડા તકરારનો પણ સામનો નરસિંગ કોલોનીના લોકોને કરવો પડી રહ્યો છે જેથી આજે નરસિંગ કોલોનીની મહિલાઓ દાહોદ નગરપાલિકા ખાતે પોહચી કારોબારી સભ્ય લક્ષ્મણભાઈને ઉપપ્રમુખ અબદે અલી ભાઈ ચલ્લાલાળા અને નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલને રજુઆત કરવામાં આવી હતી અને મહિલાઓ દવારા જણાવ્યું કે જે લોકોએ ગેરકાયદેસર દબાણો કર્યા છે એને તાત્કાલિક દૂર કરવામાં આવે જેવી રજુઆત સાંભળી નગરપાલિકા દવારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને જે લોકોએ ગેરકાયદેસર દબાણો કર્યા છે એને તાતકાલિક દૂર કરી દેવામાં આવશે તેવું નગર પાલિકા દ્રારા જણાવવામાં આવ્યું હતું