
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા પ્રાંત અધિકારીની બદલી થતા વિદાય સમારંભ યોજાયો
ફતેપુરા પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની બદલી થતા મામલતદાર કચેરીમાં વિદાય સમારંભ યોજાયો
ફતેપુરા તા.04
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં ફતેપુરાના પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ ને બદલી થતાં તેઓ નો વિદાય સમારંભ ઝાલોદના પ્રાંત ચૌધરી ની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતો આ પ્રસંગે ફતેપુરા પી એન પરમાર તાલુકા વિકાસ અધિકારી રાઠવા નાયબ મામલતદારો શિરસ્તેદાર કારકુનો મોટી સંખ્યામાં તમામ સ્ટાફ હાજર રહ્યો હતો બદલી થઈને વિદાય થતા પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ ને ને મોમેન્ટ આપી ફલહાર કરી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મામલતદાર પી એન પરમાર પ્રાંત અધિકારી ચૌધરી એ વિદાય થતાં પ્રાંત અધિકારીને તેઓના કાર્યકાળ સમય દરમિયાન કરેલી કામગીરીને બિરદાવી હતી અને ઉત્તરોત્તર વધારે પ્રગતિ કરે આશીર્વાદ આપ્યા હતા બદલીથી વિદાય થતાં પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરી સૌનો આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર પુરવઠા એસ એમ ચૌધરી કરેલ હતું