
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના કુપડા ગામે પોલીસના દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી પોલીસે 28 હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિ ઝડપાયો
ફતેપુરા તા.31
ફતેપુરા તાલુકાના કુપડા ગામેથી રહેણાંક મકાનમાંથી રૂપિયા 28,880 વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડતી ફતેપુરા પોલીસ:બુટલેગર આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલાયો
ફતેપુરા તાલુકાના કુપડા ગામે રહેઠાણના મકાન માં વિદેશી દારૂનું વેચાણ ધંધો ચાલતો હોવાની ખાનગી રાહે ફતેપુરા પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા રહેણાંક મકાનમાંથી રૂપિયા 28880 નો વિદેશી દારૂ મળી આવતા તેમજ બુટલેગરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ એસ ભરડા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈ સર અને મદદથી પોલીસ અધિક્ષક ઝાલોદ વિજયસિહ ગુજ્જર અને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સંગાડા ની સંયુક્ત સૂચનાથી જુગાર દારૂની પ્રવૃતિને નેસ્તનાબૂદ કરવાની કડક સુચના અને માર્ગદર્શન હેઠળ ફતેપુરા પી.એસ.આઇ સી બી બરંડા અને પોલીસ સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે માહિતી મળી હતી કે કુપડા ગામે રહેણાંક મકાનમાં વિદેશી દારૂ વેચવાનો ધંધો ચાલતો હોય પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા વિવિધ બનાવટનો વિદેશી દારૂ રૂપિયા 28800 નો મુદ્દામાલ મળી આવતા બુટલેગર આરોપી નરસિંગભાઈ વલવાઈ ની ઘરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે તેમજ સહ આરોપી ઇંગ્લિશ દારૂ આપનાર નીતિનભાઈ પારગી રહેવાસી નવાગામ ના ધરપકડના ચક્રો ગતિમાન કરેલ છે