
શબ્બીર ભાઈ સુનેલવાલા :- ફતેપુરા
રાષ્ટ્રીય યુવા પારિતોષિક વિજેતાઓના પ્રશ્નો બાબતે મંત્રીશ્રીને રજુઆત.
દાહોદ તા.31
ગુજરાત સરકાર ના રાજ્ય શિક્ષણ અને વૈધાનિક બાબતોના મંત્રી શ્રી કુબેરભાઈ ડીનડોર ને નેશનલ યુથ એવોડીજ ના વિવિધ પ્રશ્નો બાબતે એસોસિયેશન ના ગુજરાત એકમના પ્રમુખ શ્રી અશરફભાઈ પટેલ એ આજરોજ સંતરામપુર મુકામે રૂબરૂ મુલાકાત લઈ વિગતવાર રજુઆત કરી હતી જેમાં રાષ્ટ્રીય યુવા પારિતોષિક વિજેતાઓ સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ ના ક્ષેત્રે સરકાર ના કોઈ પણ અનુદાન વગર સ્વૈચ્છિક રીતે જોડાઈ ને કામ કરે છે આવા યુવાનો ને ૧૨ મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય યુવા પારિતોષિક આપી સન્માનીત કરવામાં આવે છે અને ગુજરાત માંથી અત્યાર સુધી માત્ર ૨૩ જેટલા યુવાનો આ સન્માન મેળવવા ભાઞયશાલી બન્યા છે ત્યારે ઞુજરાત ના યુવાનો ને વિના મૂલ્યે એસ ટી બસ પાસ ની સુવિધા આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી અને કમિશનર શ્રી એ મનતરાલય મા કરેલ દરખાસ્ત મંજુર કરવા રજૂઆત કરી હતી હરિયાણા સરકાર દવારા છેલલા ૨૫વષૅ થી નેશનલ યુથ એવોડીજ ને વિના મૂલ્યે એસ ટી બસ પાસ ની સુવિધા આપવામાં આવે છે તેવી રજૂઆત અશરફભાઈ પટેલ તેમજ નીરુ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રસિહ સિસોદિયા દ્વારા કરવામાં આવતા મન્ત્રી શ્રી કુબેરભાઈ ડીનડોર એ આ બાબતે હકારાત્મક પૃતિભાવ આપી યોગ્ય કરવા હૈયાધારણ આપી હતી.