Friday, 01/12/2023
Dark Mode

દેબારીયા તાલુકાના પાચીયાસાળ ચેકપોસ્ટ નજીકથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના દરોડા:બુટલેગરો ગાડી મૂકીને ભાગ્યા, પોલીસે 4 લાખનો વિદેશી દારૂ તેમજ 9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો…

January 26, 2022
        830
દેબારીયા તાલુકાના પાચીયાસાળ ચેકપોસ્ટ નજીકથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના દરોડા:બુટલેગરો ગાડી મૂકીને ભાગ્યા, પોલીસે 4 લાખનો વિદેશી દારૂ તેમજ 9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો…

રાજેન્દ્ર શર્મા :- દાહોદ 

દે.બારીયા તાલુકાના પાચીયાસાલ ચેક પોસ્ટ નજીક થી સ્ટેટ મોનીટરીંગ સેલ એ બાતમી ના આધારે 4,0,0200 / નો દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો

દાહોદ જીલ્લા મા સ્ટેટ મોનીટરીંગ સેલ ના ધામા એક અઠવાડિક મા 3 વખત રેડ કરાઇ

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બોલેરો પીકઅપ ગાડી માથી કુલ 102 પેટી દારુ અને બીયર નો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસ સામેલ સવાલો ઉઠયા

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બોલેરો પીકઅપ GJ-20-A-6397 મા ભરીને લવાતો દારુ અને બીયર નો 4,00,200 નો દારુનો જથ્થો ઝડપથી પાડી ચાર ઇસમો વિરુદ્ધ પ્રોહી એકટ મુજબ ગુન્હો નોંધ્યો

પોલીસ રેડ જોઈ બુટલેગરો ફરાર

થોડાક દિવસ અગાઉ સ્ટેટ વિજીલન્સ દ્વારા જુગાર ના અડ્ડા ઉપર રેડ કરતા આજે જીલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર દ્વારા દાહોદ રુરલ PSI ની લીવ રીઝર્વ મા બદલી કરેલ જ્યારે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરાયા..

દાહોદ તા.27

દાહોદ જિલ્લાના દે. બારીયા તાલુકાના પાસિયાસાળની સીમમાં સેવનીયા ગામેથી સ્ટેટ વિજિલન્સની ટીમે ફોર વહીલર ગાડીમાં બારીયા તરફ લાવવામાં આવતો 4 લાખ ઉપરાંત વિદેશી દારૂ તેમજ બિયરના જથ્થો તેમજ ફોર વહીલ ગાડી મળી કુલ 9 લાખના મુદ્દામાલ જપ્ત કર્યાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે. જયારે દારૂ લાવનાર ચાલક તેમજ અન્ય ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ થયા છે. ત્યારે ઉપરોક્ત બનાવ સંદર્ભે વિદેશી દારૂની હેરફેરમાં મધ્યપ્રદેશના એક ઈસમ સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું પ્રાથમિક તબક્કે માહિતીઓ પ્રાપ્ત થઇ છે.

વધુ મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લોએ મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાનને જોડતો સરહદી જિલ્લો હોવાથી બુટલેગર તત્વો અવારનવાર આ વિસ્તારોમાંથી ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ તેમજ અન્ય માદક પદાર્થ ગુજરાતમાં ઘુસાડી ગુજરાતના યુવાધનને નશાની ગર્તામાં ધકેલવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે વિદેશી બધી ને કડક રીતે ડામી દેવા માટે પોલીસ તંત્ર પણ સક્રિય જોવા મળે છે પરંતુ. કેટલાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસની મહેરબાનીથી બેરોકટોક ચાલતા વિદેશી દારૂની બદીને ડામવા માટે સ્ટેટ વિજિલન્સ ગાંધીનગરની ટીમ દ્વારા અવાર નવાર દરોડા પાડવામાં આવે છે.ત્યારે દાહોદ જિલ્લામાં બે દિવસ અગાઉ જ દાહોદના ગલાલીયાવાડ ખાતે ધમધમતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડયાની સહી હજી સુકાઈ નથી ત્યારે ગતરોજ સ્ટેટ મોનીટરીંગ સેલે વોચ દરમિયાન દે.બારીયા તાલુકાના પાસિયાશાળ સેવનીયા ગામની સીમમાંથી છોટા ઉદેપુર તરફથી આવતી જીજે-20-એ-6397 મેક્સ ગાડીનો ચાલાક પોલીસને જોઈ અંધારાનો લાભ લઇ ઝાડી ઝાખરામાંથી ફરાર થઈ ગયો હતો.ત્યારબાદ સ્ટેટ વિજિલન્સની ટીમે મેક્સ ફોરવીલરની તલાસી લેતા તેમાંથી લંડન પ્રાઈડ વહીસ્કીની 192 બોટલો મળી 19,200, રોયલ સિલેક્ટ ડીલક્ષ 180 ML ની 1920 બોટલો જેની કિંમત 1,92,000, રોયલ સિલેક્ટ ડીલક્ષની 750 ML ની 233 બોટલો જેની કિંમત 93,200, ગોવા સપ્રિરિટની 750 ML ની 6 બોટલો જેની કિંમત 2,400 તેમજ માઉન્ટ 6000 બીયરની 936 બોટલો મળી કુલ 4 લાખ 400 ના મુદ્દામાલ તેમજ મહિન્દ્રા મેક્સ ગાડીની કિંમત 5 લાખ મળી કુલ 9 લાખ ઉપરાંતના મુદ્દામાલ જપ્ત કરી સફેદ કલરની મેક્સ ગાડીનો ચાલક, પીન્ટુભાઇ રમેશભાઈ રાઠવા પાસિયાશાળ સેવનીયા, અરવિંદભાઈ ભીખાભાઈ રાઠવા મીઠીબોર છોટાઉદેપુર તેમજ મધ્યપ્રદેશના આઝાદ નગર ભાબરા તાલુકાના કઠીવાડા કાચીયા ફળિયાના રહેવાસી ઇન્દુભાઇ રાઠવા વિરુદ્ધ સાગટાળા પોલીસ મથકે ગુનો દાખલ કરાવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે ઉપરોક્ત બનાવમાં પ્રાણ થયેલ ચારેય ઈસમો ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!