દાહોદમાં “પહેલા મતદાન, પછી લગ્ન”: વરરાજા-નવવધુઓએ આપ્યું લોકશાહી પ્રત્યેનું અનોખું ઉદાહરણ.! ઢોલ-નગારા સાથે વરરાજા મતદાન કરવા પહોંચ્યા, નવવધુઓએ પણ માંડવે જવાના પહેલા કર્યું મતદાન — જિલ્લાભરમાં મતદાન જાગૃતિનો અનોખો માહોલ

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં “પહેલા મતદાન, પછી લગ્ન”: વરરાજા-નવવધુઓએ આપ્યું લોકશાહી પ્રત્યેનું અનોખું ઉદાહરણ.!

ઢોલ-નગારા સાથે વરરાજા મતદાન કરવા પહોંચ્યા, નવવધુઓએ પણ માંડવે જવાના પહેલા કર્યું મતદાન — જિલ્લાભરમાં મતદાન જાગૃતિનો અનોખો માહોલ

દાહોદ તા.૨૬

પહેલા મતદાન પછી લગ્નની વિચારધારા સાથે દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વરરાજા તેમજ નવવધુ લોકશાહીના પાવન પર્વે મતદાનનું મહત્વ સમજી પ્રથમ મતદાન કરી અને ત્યારબાદ માંડવે લગ્ન કરવા પહોંચતા સૌ કોઈએ તેઓની આ મતદાન જાગૃતિ પ્રત્યેની સરાનીય ઉત્સાહભર્યા નિર્ણયને વધાવી લીધો હતો.

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને દાહોદ નગરપાલિકાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ મતદાનના દિવસે લોકશાહીના પર્વનો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં ચૂંટણીમાં ચુંટણી માહૌલની સાથે સાથે લગ્નસરાની સીઝન પણ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે દાહોદમાં ચુંટણી સમયે વરરાજાઓ અને નવવધઓમાં પણ મતદાન પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદ વોર્ડ નંબર 2ના ડામોર ફળિયામાં રહેતો આશિષની જાન બાવકા ખાતે જશે. તે પહેલા વરરાજા આશિષભાઈ ચોપડા ઢોલ, નગારા શરણાઈ સાથે વરરાજા મત આપવા નીકળ્યા હતાં. વરરાજાએ સેન્ટ મેરી સ્કૂલ ખાતે વર રાજાએ મતદાન કર્યું હતું.

સાથે સાથે તેઓએ લોકોને મતદાન કરવા કરી અપીલ કરી હતી. બીજી તરફ ધાનપુર તાલુકામાં વનીતાબેન બીલવાલે લગ્નની મંગળ વિધિઓ વચ્ચે મતદાન કર્યું હતું. ઘરે મહેમાનોની ચહલ-પહલ વચ્ચે પવિત્ર મતદાન કર્યું હતું. માતા-પિતા સહિત સમગ્ર પરિવારે પહેલા મતદાન પછી કન્યાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું. લગ્નની મંગળ વિધિઓ વચ્ચે નાગરિક તરીકે ફરજ નિભાવી હતું. લગ્નના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ડોલરીયા પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. અંગત કામોનું બહાનું કાઢી મતદાન નહીં કરનાર લોકો માટે એમણે આ એક પ્રેરણાદાય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેવી જ રીતે દેવગઢ બારીયા તાલુકાના નાનીઝરી ગામે બે બહેનોના લગ્ન માંડવે જાન આવી હોવા છતાં પણ મતદાન કરવા પહોંચી હતી. શ્વેતા તેમજ મિત્તલ બે બહેનોએ નાની ઝરી ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. પોતાના લગ્ન હોવા છતાં પણ બે બહેનો મતદાન કરવા પહોંચી હતી. એક તરફ ઘરના માંડવે જાન આવી અને બીજી તરફ બંને બહેનો રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેવીજ રીતે દેવગઢ બારીયા તાલુકામાં વધુ એક વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. વહેલી સવારે બે નવ વધુ મતદાન કરવા પહોંચી હતી ત્યારે ફરી એક વર રાજા મતદાન કરવા પહોંચ્યા હતા. દેવગઢ બારિયા તાલુકાના ચેનપુર ગામના વરરાજા પરણવા જતા પહેલા મતદાન કર્યું હતું.

Share This Article