
ફતેપુરા :- શબ્બીર ભાઈ સુનેલવાલ
ફતેપુરા તાલુકાના બી.આર.સી ભવન ન સભાખંડમાં ફોટીફાઇડ ચોખાનો ઉપયોગ કરી તેમાંથી બનતી વાનગીઓ નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા બી.આર.સી.ભવન સભાખંડમાં ફોર્ટિફાઇડ ચોખાનું ઉપયોગ કરી તેમાંથી બનતી વાનગીઓ નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં ફતેપુરા તાલુકાના મામલતદાર પી એન પરમાર cdpo મેડમ કોમલ બેન દેસાઈ નાયબ મામલતદાર પુરવઠા ચૌધરી તેમજ આંગણવાડી બહેનો મધ્યાન ભોજન ના સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ફોટિફાઇડ ચોખા ના ઉપયોગથી કઈ કઈ વાનગી બનાવવાની શકાય છે તેની માહિતી તેમજ વિસ્તૃત જાણકારી ઉપસ્થિત મહાનુભાવો દ્વારાદ્વારા આપવામાં આવેલ હતી તેમજ ફોર્ટિફાઇડ ચોખા ગેર માન્યતાઓ અને સમજ દૂર કરવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું અને ફૉટિફાઇડ ચોખા થી મળતા લાભોને માહિતી આપેલ હતી કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું