
ફતેપુરા તાલુકાના પ્રાથમિક શિક્ષકો એક દિવસના ધરણાં કર્યા
સવારના 11 થી બપોરના પાંચ વાગ્યા સુધીનો ધરણા કાર્યક્રમ યોજાયો
સીડીએસ રાવત અકા્લે અવસાન થતા ઘરણા પહેલા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું
ફતેપુરા તા.24
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ તાલુકા પંચાયતના પટાંગણમાં ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક તેમજ શિક્ષિકાઓ એક દિવસ માટે નો ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુખલાલ ભાઈ પરમાર તેમજ ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી રમણભાઇ પટેલ ની આગેવાની હેઠળ ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષકો નો એક દિવસમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાલભાઈ કટારા તેમજ તાલુકામાંથી આવેલા પ્રાથમિક શિક્ષકો અને શિક્ષિકાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રાથમિક શિક્ષકોને રિટાયર થયા પછી પેન્શન આપવામાં આવતું હતું તે પેન્શન પદ્ધતિ બંધ થઈ જતા જૂની પેન્શન પદ્ધતિ ફરીથી શરૂ કરવા માટે ની માગણીના અનુસંધાનમાં તાલુકા પ્રાથમિક શિક્ષક શિક્ષિકાઓ સવારના 11 થી સાંજના પાંચ વાગ્યા સુધી એક દિવસ માટેના ધરણાનો કાર્યક્રમ યોજાયેલ હતો ધરણાનો કાર્યક્રમ શરૂઆત કરતા પહેલા આપણા દેશના સીડીએસ રાવતનું અકાળે અવસાન થતા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ છે ત્યારબાદ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો પસંદ નું રૂપ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાલ ભાઈ કટારા તેમજ ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુખલાલ ભાઈ પરમાર તેમજ ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રમણભાઈ પટેલ પ્રસંગને અનુરૂપ પરવચન કરેલું