
ફતેપુરા તાલુકાના ભોજેલા ગામેં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
ફતેપુરા તા.24
ફતેપુરા તાલુકાના ભોજેલા ગમે આજ રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર પી એન પરમાર ભોજેલા ના સરપંચ હિતેશભાઇ પરમાર તાલુકા પંચાયતમાંથી બારીયા
નાયબ મામલતદારો જી.ઈ.બી. માંથી અધિકારીઓ આરોગ્ય શાખા માથી તબીબ વગેરે જુદી-જુદી સેવાઓ આપતા અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટીસંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ જેવી કે આવકના દાખલા જાતિના દાખલા સોગંદનામાં રેશન કાર્ડમાં નામ સુધારો વધારો આધાર કાર્ડ જી.ઈ.બી. ને લગતી કામગીરી આરોગ્યને લગતી કામગીરી આધાર કાર્ડને લગતી કામગીરી વગેરે સેવાઓ ને અરજદારોની સ્થળ પર જ આપવામાં આવેલ હતી અને તેનો નિકાલ સ્થળ પર જ કરવામાં આવેલ હતું