Saturday, 20/04/2024
Dark Mode

દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકા પરથી 1,69 હજારના વિદેશી દારૂ તેમજ ફોરવિલ ગાડી મળી 3,89 લાખના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો

October 31, 2021
        1306

દાહોદ તા.૩૧

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક ટાટા એસી લોડીંગ ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૧,૮૯,૦૭૦ના પ્રોહી જથ્થા સાથે ચાલકની અઠક કરી ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૮૯,૫૭૦નો મુદ્દામાલ કબજે કર્યાેંનું જાણવા મળે છે.

ગત તા.૩૦મી ઓક્ટોમ્બરના રોજ પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પાસેથી આવતાં જતાં તમામ વાહનોની તલાસી હાથ ધરતી હતી. આ દરમ્યાન બાતમીમાં દર્શાવેલ એક ટાટા એસી લોડીંગ ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાંની સાથે ગાડીને ચારેય તરફથી પોલીસે ઘેરી લઈ ગાડીના ચાલક સંજયકુમાર ભુપેન્દ્રભાઈ પરમાર (રહે.વડોદરા)ની અટક ગાડીના તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ.૨૩ જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ. ૧૪૩૯ કિંમત રૂા.૧,૮૯,૦૭૦ અને ગાડી કિંમત મળી કુલ રૂા.૩,૮૯,૫૭૦નો મુદ્દામાલ પીપલોદ પોલીસે કબજે લઈ ઉપરોક્ત ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!