રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુર પોલીસે પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા દસ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી જેલભેગો કર્યોં..
ધાનપુર તા.17
ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ સી.બી બરંડા તેમજ સેકન્ડ પોલીસ સબ ઇનક્સ્પેક્ટર વિ.જી ગોહિલ ધાનપુર પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાનપી.એસ.આઇ સી.બી બરંડા મળેલી બાતમીના આધારે ધાનપુર પોલીસ મથકના ગુ.ર ન 149/2022 પ્રોહી એક્ટ કલમ 56ઇ 116બી 98 (2)81 મુજબના ગુના નો આરોપી વિપુલકુમાર ભારતસિંહ પટેલ કેલીયા સુથાર ફળિયું દેવગઢ બારીયા તેના ઘરે હોવાની વાતમી ના આધારે રેડ પાડી પકડી પાડી ધાનપુર પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આમ ધાનપુર પોલીસને પોલીસને પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા દસ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.