સૌરભ ગેલોત
ધાનપુર તાલુકાના બોગડવા ગામે ઘરના આંગણામાં રમી રહેલા છ વર્ષીય બાળકને કાળોતરો કરડતા મોતને ભેટ્યો..
દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બોગડવા ગામે ખાટીયા આંબા ફળિયામાં બનેલ સર્પદંશના બનાવમાં ઘરના આંગણામાં રહી રહેલ છ વર્ષીય બાળાને કાળોતરો કરડી જતાં તેને સારવાર માટે દવાખાને લઈ જતાં ફરજ પરના તબીબે બાળાને મૃત જાહેર કર્યાંનું જાણવા મળે છે.
બોગડવા ગામનાસ ખાટીયા આંબા ફવિયામાં રહેતાં શંકરભાઈ રૂપાભાઈ સુથારીયાની દીકરી ૬ વર્ષીય લક્ષીતાબેન શંકરભાઈ સુથારીયા પરમ દિવસને તારીખ ૨૪મી જુનના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના આસપાસ ઘરના આંગણામાં રમતી હતી તે સમયે એક ઝેરી કાળોતરો કરડી જતાં તેની સ્થિતી ગંભીર બની હતી અને જાેતજાેતામાં કાળોતરાનું ઝેર આખા શરીરમાં પ્રસરી જતાં જેથી પરિવારજનો દ્વારા લક્ષીતાબેનને ધાનપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તબીબે બાળાને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ગમગમીની ફેલાઈ ગઈ હતી.
આ સંબંધે મૃતક બાળાની માતા નંદાબેન શંકરભાઈ સુથારીયાએ ધાનપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.