સુમિત વણઝારા
દાહોદ એલસીબીએ ધાનપુર તાલુકાના ચારૂ ગામેથી ફોરવીલ ગાડીમાંથી 2.44 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા..
દાહોદ તા.12
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ચારી ગામેથી દાહોદ એલ.સી.બી પોલીસે એક મહિન્દ્રા ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂપિયા 2,44,080/- ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડી ની કિંમત મળી કુલ રૂપિયા 3,98,080/- ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સહિત બે જણાની અટકાયત કરી જ્યારે અન્ય એક ઈસમ ચકમો આપી નાસી જવામાં સફળ થયાનું જાણવા મળે છે.
તારીખ 11મી જૂનના રોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ધાનપુર તાલુકાના ચારી ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનો ની તલાશી હાથ ધરતા હતા તે સમયે બાતમીમાં દર્શાવેલ એક મહિન્દ્રા બોલેરો ફોર વીલ ગાડી ત્યાંથી પસાર થતા પોલીસ સાબદી બની હતી ગાડી નજીક આવતાની સાથે તેને ચારે તરફથી ઘેરી લેતાં પોલીસે ગાડીમાં સવાર રમેશભાઈ કેશાભાઈ બારીઆ (રહે. નળુ, ટેકરી ફળિયું, તા. ધાનપુર જિ. દાહોદ) અને ભુપેન્દ્રસિંહ ઇશ્વરભાઇ પરમાર (રહે. ચારી, કાળિયા ફળિયા તા. ધાનપુર, જિ. દાહોદ) ની પોલીસે અટકાયત કરી જ્યારે પપ્પુભાઈ માવી (રહે. કઠીવાડા મધ્ય પ્રદેશ) નો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે મહિન્દ્રા બોલેરો ફોર વીલર ગાડી ની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 2064 રૂપિયા 2,44,080/- અને મહિન્દ્રા બોલેરો ફોર વીલર ગાડી ની કિંમત મળી કુલ રૂપિયા 3,98,080/- નો મુદ્દામાલ કબજે કરી ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.