
ગૌરવ પટેલ :- લીમખેડા
દે.બારીયા તાલુકાના ઝાબ ગામેથી પોલીસે 1.99 લાખના મુદામાલ સાથે ત્રણ મોટર સાઇકલ જપ્ત કરી:બુટલેગરો ફરાર...
દાહોદ તા.22
દે.બારીયા તાલુકાના ઝાબ ગામે જંગલ વિસ્તારમાં બુટલેગર તત્વો દ્વારા મોટર સાઇક્લ પર દારૂની ખેપ મારવા આવતા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી આવતા જતા વાહનોની તલાશી લઈ રહી હતી. તે સમયે સામેથી ત્રણ મોટર સાઇકલો ઉપર કંથાનના લગડામાં મોટર સાઇક્લ ચાલકો પોલીસને જોઈ ગાડી રોડની સાઈટ પર મૂકી જતા રહેતા પોલીસે 1,99,160 નો વિદેશી દારૂનો જથ્થો તેમજ મોટર સાઇકલો મળી 2.59 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના આંકલી મોટા ફળીયાના રહેવાસી પ્રભાતભાઈ ચીમનભાઈ બારીયા મધ્યપ્રદેશના અલીરાજપુર કઠિવાડા કાછલા ગામના ઇન્દુભાઈ પુનિયાભાઈ તોમર તેમજ દેવગઢ બારીયા તાલુકાના બામરોલી ગમનભાઈ દિલીપ ધૂળાભાઈ રાઠવા પોતાની કબ્જા હેઠળની મોટર સાઇકલો ઉપર કંથાનનું લગડું બનાવી તેમા મધ્ય પ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો ભરી જંગલના રસ્તે દેવગઢ બારીયા તરફ આવતા હોવાની બાતમી સાગટાલા પોલીસને મળતા સાગટાલા પોલીસે બાતમીના આધારે ઝાબ ગામે જંગલ વિસ્તારમાં વોચ ગોઠવી આવતા જતા વાહનોને રોકી તલાશી લઈ રહી હતી.તે સમયે સામેથી વિદેશી દારૂનો જથ્થો લાવતા ઉપરોક્ત ત્રણેય ઈસમો પોલીસને જોઈ વિદેશી દારૂનો જથ્થો સ્થળ પર મૂકી ભાગી ગયા હતા.ત્યારબાદ પોલીસે કંથાનના લગડાની તલાશી લેતા માઉન્ટ બિયરની ૧૩ પેટીઓમાં 31,200 કિંમત ધરાવતી 312 બોટલો વિદેશી દારૂની પ્લાસ્ટિક ના ક્વોટારીયાની 17 પેટીઓ 1,06,080 રૂપિયાના કિંમતના 816 ક્વોટરીયા તથા 61880 ના રૂપિયા કિંમતના 467 ક્વોટરીયા મળી 1,99,160 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ 60,000 ની મોટરસાઇક્લ મળી કુલ રૂપિયા 2,59,160 નો મુદ્દામાલ કબ્જે કરી આગળ ની તપાસ હાથ ધરી છે.