સુમિત વણઝારા
દેવગઢબારિયા નગરના નાયક વાડા વિસ્તારમાં દીપડાના હુમલામાં બે આધેડ મહિલાઓ ઇજાગ્રસ્ત.બન્ને ઇજાગ્રસ્ત મહિલાઓને વડોદરા રીફર કરાઇ..
દેવગઢબારિયા નગરના દેવગઢ ડુંગર નજીક ખેતરમાં બકરા ચરાવવા ગયેલી બે આધેડ મહિલાઓ પર ઘાત લગાવીને બેઠેલા વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. જો કે દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા બંને મહિલાઓને નજીકના હોસ્પિટલ સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા પરંતુ તેઓની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢબારિયા નગરના નાયક વાડા વિસ્તારની રહેવાસી લીલાબેન પ્રભાતભાઈ નાયક ઝમકુ બેન ચંદુભાઈ નાયક નામની બંને મહિલાઓ સવારના 9થી 10 વાગ્યાના ગાળામાં દેવગઢ નજીક kolej ની પાસે જંગલ વિસ્તારમાં બકરા ચરાવવા તેમજ લાકડા વીણવા ગઇ હતી. તે સમયે પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા હિંસક પ્રાણી દીપડાએ બંને મહિલાઓ પર તરાપ મારી હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે. વન્યપ્રાણી દીપડાના હુમલાથી બંને મહિલાઓને ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવતા દીપડો જંગલ તરફ ભાગી ગયો હતો. જોકે વન્યપ્રાણી દીપડા માં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બંને મહિલાઓને લોહીલુહાણ હાલતમાં દેવગઢ બારીયા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંને મહિલાઓની હાલત નાજુક જણાતાં બંને મહિલાઓને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે મોકલી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલાની જાણ વનવિભાગ ને થતા વનવિભાગના કર્મચારીઓ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને દીપડાને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા