ઈરફાન મકરાણી, દેવગઢ બારીયા
દે.બારીયાના માંડવ ગામે પુરઝડપે આવતો ડમ્પર રેહણાક મકાનમાં જોશભેર અથડાયો:મકાન ક્ષતિગ્રસ્ત થતા સરસામાન નુકશાનગ્રસ્ત:એક બાળક ઈજાગ્રસ્ત..
દેવગઢબારિયા તાલુકાના માંડવ ગામે પૂર ઝડપે આવી રહેલા ડમ્પર ના ચાલકે પોતાનો વાહન ગફલત રીતે હંકારી લાવી એક રહેણાંક મકાન જોડે જોશબેર અથડાતા રહેણાંક મકાનની દિવાલ તોડી નાખતા ઘરમાં મુકેલ યાંત્રિક ઉપકરણો સહિત અન્ય સર સામાનમાં તોડફોડની સાથે એક ત્રણ વર્ષના બાળક ઇજાગ્રસ્ત થતા ડમ્પર ચાલક પોતાનું ડમ્પર સ્થળ પર મૂકી ભાગી છુટ્યો હતો.
મળતી માહિતી અનુસાર દેવગઢબારિયા તાલુકાના માંડવ ગામના બારીયા ફળિયાના રહેવાસી અર્જુનભાઈ મસુરભાઈ કોળી રોજ પોતાના ઘરે હાજર હતા તે સમયે Gj-18-AY-8463 નંબરના ડમ્પર ચાલકે પોતાનુ વાહનપુર ઝડપે તેમજ ગફલત રીતે હંકારી લાવી અર્જુનભાઈ કોળી ના રહેણાંક મકાન જોડે જોશભેર અથડાતા મકાનની દીવાલો તોડી ટ્રક ઘરના અંદર સુધી આવી જતા ઘરમાં મુકેલા એર કુલર મશીન, કોમ્પ્યુટર નો સેટ, ઓપ્શન તેમજ કિનર કંપનીના પ્રિન્ટર મશીન, એલસીડી ટીવીમાં તોડફોડ કરી સેન્ટીંગ માટેની લોખંડની પ્લેટો એલજી કંપનીનું રેફ્રિજરેટર તથા લોખંડની બળીઓ નુકસાનગ્રસ્ત કરી દીધી હતી. આ બનાવમાં મકાનમાં હાજર અર્જુનભાઈ કોળી નો ત્રણ વર્ષીય પુત્ર રવિરાજસિંહને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જોકે આ બનાવ બાદ ડમ્પર ચાલક પોતાનું ડમ્પર સ્થળ પર મૂકીને ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
આ બનાવ સંદર્ભે દેવગઢબારિયા તાલુકાના માંડવ ગામના અર્જુનભાઈ કોળી એ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સાગટાળા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે