Friday, 29/03/2024
Dark Mode

દેવગઢ બારીઆ અને લીમખેડામાં પંજાબના મુખ્યમંત્રીની પધરામણી: નિર્ધારિત સમય કરતાં પંજાબના મુખ્યમંત્રી બે કલાક મોડા પહોંચ્યાં..

November 7, 2022
        1276
દેવગઢ બારીઆ અને લીમખેડામાં પંજાબના મુખ્યમંત્રીની પધરામણી: નિર્ધારિત સમય કરતાં પંજાબના મુખ્યમંત્રી બે કલાક મોડા પહોંચ્યાં..

ગૌરવ પટેલ :- લીમખેડા, કલ્પેશ ચૌહાણ ધાનપુર, ઈરફાન મકરાણી :- દે. બારીયા

 

દેવગઢ બારીઆ અને લીમખેડામાં પંજાબના મુખ્યમંત્રીની પધરામણી: નિર્ધારિત સમય કરતાં પંજાબના મુખ્યમંત્રી બે કલાક મોડા પહોંચ્યાં..

 લીમખેડામાં સમયના અભાવે રોડ શો રદ્દ:આઠમી તારીખે ગુજરાતમાં પેપર નહીં ફૂટે પણ ફટાકડા ફૂટશે: ભગવંત માન

 

દે.બારીઆમાં રોડ શો કર્યાેં:આદિવાસી સમાજના મોટાભાગના ઘરોમાં દિવાળીનો પૂજન કરવાનું હોય માત્ર શાસ્ત્રીનગર ચોક ખાતે રેલીને સંબોધી હોવાની ફરજ પડી

દાહોદ તા.૦૭

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય મોરચા ઓમાં ગરમવો આવી ગયો છે ત્યારે આમ આદમી પાર્ટી ના પંજાબના મુખ્યમંત્રી આજે દાહોદ જિલ્લામાં ચૂંટણીનું બુગલ ફુક્યું હતું અને રાજ્ય સરકારની ૨૭ વર્ષની ભાજપ સરકારની કામગીરી સામે લીમખેડા ખાતે આમ આદમી પાર્ટીના યુવાન ઉમેદવાર નરેશભાઈ પુનાભાઈ બારીયા ના પ્રચાર દરમિયાન આક્ષેપો કર્યા હતા.

તાજેતરમાં ગુજરાત ભરમાં વિધાનસભાની ચૂંટણી આવનાર મહિનામાં યોજાનાર છે જેને લઇને તમામ પક્ષોએ પોતપોતાની તૈયારીઓ આરંભે છે. હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠંડીની ઋતુમાં રાજકારણમાં ગરમાવો જાેવા મળી રહ્યો છે આજે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરતા ૧૩૧ મત વિસ્તાર શાસ્ત્રી ચોક લીમખેડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રેલી નું આયોજન હાથ દોરવામાં આવ્યું હતું જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માન લીમખેડા ના શાસ્ત્રી ચોક ખાતે આમ આદમી પાર્ટીના નેતા પંજાબના મુખ્યમંત્રી ભગવાન લીમખેડા ખાતેના શાસ્ત્રી ચોક ખાતે નિર્ધારિત સમય કરતા બે કલાક મોડા આવ્યા હતા જ્યારે લીમખેડા ના આમ આદમી પાર્ટીના યુવા ઉમેદવાર નરેશભાઈ પુનાભાઈ બારીયા ના પ્રચાર અર્થે લીમખેડા ખાતે જાહેર રેલીને સંબોધતા રાજ્યની ભાજપ સરકાર સામે આક્ષેપો કર્યા હતા અને આવનાર મહિનાની આઠમી તારીખે હવે ગુજરાતમાં પેપર નહીં ફૂટે પણ ફટાકડા ફૂટશે અને આમ આદમી સરકારનું સુશાસન આવશે જ્યારે ભાજપ સરકારના ભરતી કૌભાંડ, પેપર કૌભાંડ સહિત આઉટસિંગ પ્રક્રિયા ઉપર સહિત અનેક આક્ષેપો કર્યા હતા જ્યારે ગુજરાતમાં હવે કોંગ્રેસ નું ચેન્જિંગ પ્રક્રિયા થતી હોવાનું જણાવ્યું હતું જ્યારે પંજાબ સરકારમાં આમ આદમી પાર્ટીના શ્રી ગણેશ થતાં ૨૦,૦૦૦ જેટલા કર્મચારીઓની ભરતી કરી હોવાનું જણાવ્યું હતું જ્યારે આમ આદમી પાર્ટી ભાજપની જેમ વાયદા નથી કરતી વિકાસના કામો થશે તેવા જ વચનો આપે છે અને જેને અમલમાં લાવે છે તેમ જણાવ્યું હતું. રેલી દરમિયાન માત્ર પંજાબના મુખ્યમંત્રી ભગવાન માનની હાજરી જાેવા મળી હતી જ્યારે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની ગેરહાજરી જાેવા મળી હતી જ્યારે રેલી હસ્તેશ્વર મહાદેવથી યોજાવાની હોય જેને સમયના કારણે તેમજ પૂનમ નો તહેવાર હોય આજે આદિવાસી સમાજના મોટાભાગના ઘરોમાં દિવાળીનો પૂજન કરવાનું હોય માત્ર શાસ્ત્રીનગર ચોક ખાતે રેલીને સંબોધી હોવાની ફરજ પડી હતી.

દેવગઢબારીઆ ૧૩૪ વિધાનસભા મતવિસ્તાર દેવગઢબારિયા શહેરમાં છછઁ પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન દ્રારા રોડ શો યોજવામાં આવ્યો.જેમાં દેવગઢબારીઆ ૧૩૪ના છછઁના ઉમેદવાર ભરતસિંહ પી. વાખળા સહિત મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા જાેકે દેવગઢ બારીઆ શહેરના ધાનપુર રોડ સર્કલ ઉપર પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનું દેવગઢ બારીઆ તાલુકા છછઁના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા પૂષ્પગુંચ્છથી સ્વાગત કરી ત્યાંથી રોડ શોની શરૂંઆત કરવામાં આવી હતી જે રોડ શો ધાનપુર રોડ સર્કલ પરથી બસ સ્ટેશન થઈ પીપલોદ રોડ ટાવર પાસે પૂર્ણ કરવામાં આવ્યો હતો.અને પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભા ચુંટણીમાં છછઁના દેવગઢબારિયા ૧૩૪ના ઉમેદવાર ભરતસિંહ પી. વાખળાને વોટ આપી જંગી બહુમતીથી જીતાડવા હું સોેને અપીલ કરૂ છું અને વધુમાં એમ પણ જણાવ્યું કે આમ આદમી પાર્ટી ગરીબોના પડખે ઉભા રહી હર કોઈ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે. અમો ચુંટણી પહેલા જે વચનો આપ્યા છે. તે વચનો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે એટલે તમામ વચનો પુરા કરવાની ખાત્રી આપી છું અને હું પંજાબથી મારા વ્હાલા મતદાર ભાઈઓ અને બહેનોને અપીલ કે છે અને ઉમેદવાર ભરતસિંહ વાખળાને મત આપી જંગી બહુમતીથી જીતાડો તેવી અપીલ કરવાં આવ્યો છું.તેમ કહી માનવ મહેરામણને સંબોધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!