ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા
દેવગઢ બારિયામાં શુભ પ્રસંગે ગરબા રમી રહેલા યુવકનું હૃદય રોગના હુમલા થી મોત
ખુશીનો માહોલ માતમમાં ફેરવાતા પરિવારજનોમાં ગમગીની છવાઈ..
દાહોદ તા.17
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરમાં એક શુભ પ્રસંગે ગરબા રમી રહેલ સમાજના અગ્રણીનું ચાલુ કરવામાં હૃદય રોગના હુમલાથી મોત નીપજતા પંથકમાં તેમજ સમાજના લોકોમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે ફેલાતા સ્તભતા મચી જવા પામી હતી.
ગતરોજ દેવગઢ બારીયા નગરમાં રાત્રિના સમયે વણઝારા સમાજમાં એક શુભ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના લોકો હાજર હતા તેમજ આ શુભ પ્રસંગે ગરબા નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં વણઝારા સમાજના અગ્રણી એવા રમેશભાઈ જીતાભાઈ વણઝારા અને તેમની સાથે અન્ય એક વ્યક્તિ મળી બંને જણા ગરબા રમી રહ્યા હતા તેવામાં અચાનક ગરબા રમતા રમતા રમેશભાઈ થાકી ગયા હતા અને ગરબા રમતા રમતા બહાર નીકળવા જતા અચાનક તેઓ બેભાન અવસ્થામાં જમીન પર ઢસડી પડ્યા હતા જેને પગલે પ્રસંગમાં હાજર લોકો દોડી આવ્યા હતા અને રમેશભાઈ ને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જતા ત્યાં તબીબો એ રમેશભાઈને મૃત જાહેર કરતા અને હૃદય હુમલા ના કારણે તેઓનું મોત નીપજ્યાનું સામે આવતા પરિવારજનોમાં તેમજ સમાજના લોકોમાં આઘાત પ્રસરી જવા પામ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્તભતા સાથે ચકચાર મચી જવા પામી હતી.