ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા
દે.બારીયામાં બાયો મેડિકલ વેસ્ટ જાહેરમાં ખુલ્લી જગ્યા પર ફેંકેલો મળી આવતા ચકચાર…
દે.બારીયા તા.14
દે.બારીયામાં બાયોવેસ્ટ જાહેર માર્ગ ઉપર ખુલ્લી જગ્યામાં દવાખાનાઓ માંથી ફેંકી દેવામાં આવેલ દવાની બોટલો ઈંજેકશો જેવી અનેક વસ્તુ જોવા મળતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે હાલમાં જ ઢોરોમાં લમ્પી વાયરસ જેવી બીમારીએ માંઝા મૂકી છે ત્યારે ખાનગી દવાખાનાના સંચાલકો દ્વારા હોસ્પિટલોમાંથી નીકળતા બાયોમેડિકલ વેસ્ટ ને વેસ્ટ કલેક્શન સેન્ટરને આપવાના બદલે જાહેરમાં ફેંકી દેવાતા આસપાસના વિસ્તારોમાં ગંભીર બીમારીઓ ફેલાવવાના ભય ઉભો થઈ રહ્યો છે. સાથે સાથે રખડતા ઢોરો દ્વારા આ બાયોમેડિકલ વેસ્ટને આરોગશે તો તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે કલ્પના પણ માણસને ધ્રુજારી ઉત્પન્ન કરાવી દે તેમ છે.
દાહોદ જિલ્લાના દે.બારિયામાં ડોકટરો દ્વારા બાયો વેસ્ટ કલેક્શન સેન્ટરને આપવાને બદલે જાહેર રસ્તા ઉપર ફેંકવામાં આવી રહ્યું છે ત્યાંરે આ રીતે ખુલ્લી જગ્યામાં નાખવામાં આવેલ દીધેલો બોટલ ઇન્જેક્શનો સહિતની મેડિકલની વસ્તુઓ ખુલ્લામાં ફેંકી દેવામાં આવતા ડોકટરો સામે લોકોનો રોષ જોવા મળી આવ્યો છે.અને આવા બેદરકારી દાખવતા ડોકટરો સામે તંત્ર દ્વારા સખ્ત પગલાં લેવાની લોક માંગ ઉઠવા પામી છે.ત્યારે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ સલગ્ન વિભાગ દ્વારા ડોશી તો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સ્થાનિકોમાં વહેતી થઈ છે.