ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા
દેવગઢ બારીયા તાલુકાના જામરણ ગામે કીમતી સાગી લાકડાની ચોરી કરી લઈ જતા લાકડાચોર ટોળકી પર વન વિભાગની ટીમના દરોડાથી નાસભાગના દ્રશ્યોસર્જાયા:લાકડા ચોર ફરાર …
વન વિભાગની ટીમે મોટરસાયકલ તેમજ સાગી લાકડા મળી. 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
દે. બારીયા તાલુકાના જામરણ ગામે.જંગલમાંથી લાકડાચોર ટોળકી કિંમતી સાગી લાકડા ચોરી કરી લઇ જતી હોવાની બાતમી સાગટાલા રેન્જના વનવિભાગની ટીમને થતા વનવિભાગની ટીમે દરોડો પાડતા સ્થળ પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.જયારે વન વિભાગની ટીમે મોટર સાઇકલ તેમજ કીમતી સાગી લાકડા મળી 1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યા હોવાનું જાણવા મળેલ છે.
ભૂતકાળમાં પંચમહાલથી જુદું પડેલું તેમજ હિડબા વન તરીકે ઓળખાતા આદિવાસી બાહુબલી ધરાવતા દાહોદ જિલ્લો અફાટ વનરાજીથી ઘેરાયેલો છે.આ વિસ્તારમાં વન અભ્યારણ તેમજ ગીત વનરાજી હોવાથી કુદરતી સંપદાઓ તેમજ વન્ય પ્રાણીઓથી ભરપૂર અફાટ જંગલ વિસ્તાર ધરાવે છે. ત્યારે આ વિસ્તારમાં કિંમતી સાગી લાકડાના પણ હજારો વૃક્ષો આવેલા છે. જેના પગલે લાકડા ચોર ટોળકી દ્વારા જંગલ વિસ્તારમાંથી કિંમતી સાગી લાકડા ચોરી જવાના કેટલાય બનાવો ભૂતકાળમાં બન્યા છે. ત્યારે જંગલ વિસ્તારની 24 કલાક રક્ષા કરતા વન વિભાગ પણ ચુસ્તપણે પેટ્રોલિંગ કરી વનરાજીને બચાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે ત્યારે દેવગઢ બારીયા તાલુકાના જામરણ ગામે રાત્રિના સમયે લાકડાચોર ટોડકી દ્વારા કિંમતી સાગી લાકડા ચોરી કરીને લઈ જતા હોવાની બાતમી સાગટાળા રેન્જને થતા રેન્જની વન વિભાગની ટીમે બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.જેમાં લાકડાચોર ટોળકી ચોરીનો મુદ્દામાલ તેમજ મોટરસાયકલ સ્થળ પર છોડી વન વિભાગની ટીમને અંધારામાં ચકમો આપી ભાગી છુટવામાં સફળ રહી હતી.જોકે વન વિભાગ ની ટીમે સ્થળ પરથી મોટરસાયકલ તેમજ કિમતી લાકડા મળી 1.50 લાખનો મુદ્દામાલ કબજે કરી લાકડાચોર ટોળકી વિરુદ્ધ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે પણ ઉપરોક્ત બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.