સુમિત વણઝારા
દેવગઢ બારિયા તાલુકાના મેન્દ્રા ગામે બાઇક સ્લીપ ખાતા એકનું મોત…
દાહોદ તા.9
જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના મેન્દ્રા ગામે એક મોટર સાયકલના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાયકલ સ્લીપ ખાઇ જતાં ચાલકનું મોત નિપજયાનું જાણવા મળેલ છે.
ગત તારીખ 7 જૂનના રોજ સિંગવડ તાલુકાના સુડિયા ગામે કમોળ ફળિયામાં રહેતા ગોપાલભાઈ હીરાભાઈ કામોળ પોતાને ખબર ન મોટરસાયકલ લઈને મેન્દ્રા ગામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે પસાર થઈ રહ્યા હતા તે સમયે મોટરસાયકલ ની વધુ પડતી ઝડપ ના કારણે રોડની સાઈડમાં આવેલ બોર્ડ સાથે મોટરસાયકલ ભટકાતા ગોપાલભાઈ મોટર સાયકલ પરથી ફંગોળાઇ જમીન પર પટકાયા હતા જેને પગલે તેઓને માથાના ભાગે તેમજ હાથે-પગે અને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. આ સંબંધે સુડીયા ગામે કમોળ ફળિયામાં રહેતા હીરાભાઈ સમસુભાઈ કમોલે દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.