Friday, 24/01/2025
Dark Mode

નાનીખજુરી પ્રાથમિક શાળાના બાળકોને આહાર સંસ્થા દેવગઢ બારીયા દ્વારા ટી-શર્ટના યુનિફોર્મનું વિતરણ..!!

April 21, 2022
        1028
નાનીખજુરી પ્રાથમિક શાળાના બાળકોને આહાર સંસ્થા દેવગઢ બારીયા દ્વારા ટી-શર્ટના યુનિફોર્મનું વિતરણ..!!

મુનિન્દ્ર પટેલ :- પીપલોદ

નાનીખજુરી પ્રાથમિક શાળાના બાળકોને આહાર સંસ્થા દેવગઢ બારીયા દ્વારા ટી-શર્ટના યુનિફોર્મનું વિતરણ..!!

પીપલોદ તા.21

દેવગઢ બારિયા તાલુકાના નાનખજુરી પ્રાથમિક શાળામાં ૩૬૮ બાળકો અભ્યાસ કરે છે. આ તમામ બાળકોને આજ રોજ દેવગઢ બારીયાની આહાર સંસ્થા દ્વારા ટીશર્ટ અને બિસ્કીટ આપવામાં આવ્યા હતા. 

નાનીખજુરી પ્રાથમિક શાળાના બાળકોને આહાર સંસ્થા દેવગઢ બારીયા દ્વારા ટી-શર્ટના યુનિફોર્મનું વિતરણ..!!

આ કાર્યક્રમમાં આહાર સંસ્થા તરફથી નિકુંજ સોની, દિપકભાઈ તથા એમની દિકરી અને નાનીખજુરી ગ્રામ પંચાયતના માજી સરપંચશ્રી અને દેવગઢ ભાજપ મહામંત્રી કરણસિંહ એ પટેલ, ડેપ્યુટી સરપંચ લલિતાબેન તથા એસ એમ સી અધ્યક્ષ પુનાભાઈ તથા શાળા પરિવારની રૂબરૂમાં યોજવામાં આવ્યો હતો.‌

નાનીખજુરી પ્રાથમિક શાળાના બાળકોને આહાર સંસ્થા દેવગઢ બારીયા દ્વારા ટી-શર્ટના યુનિફોર્મનું વિતરણ..!!

શાળાના આચાર્ય દ્વારા શાબ્દિક સ્વાગત પછી નિકુંજભાઈ સોની દ્વારા પ્રેરક ઉદબોધન કર્યું. યુનિફોર્મનું મહત્વ અમીર અને ગરીબ વિદ્યાર્થીઓને ભેદભાવ વગર જ્ઞાન મેળવવા માટે સમાનતા આપે છે તથા વ્યસનમુક્તિ અને સંપ થકી કોઈપણ સંસ્થા કેવી રીતે આગળ વધી શકે છે એ ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું. મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.

નાનીખજુરી પ્રાથમિક શાળાના બાળકોને આહાર સંસ્થા દેવગઢ બારીયા દ્વારા ટી-શર્ટના યુનિફોર્મનું વિતરણ..!!

મહામંત્રી, શિક્ષણવિદ્ અને માજી સરપંચશ્રી કરણસિંહ આપસિંહ પટેલ દ્વારા ગામના વિકાસ માટે, શાળા વિકાસ માટે તથા ગામને પ્રગતિ માટે કામ કરવાની વાત વણી લીધી તથા આહાર સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો કે જેમણે છેવાડાની, આંતરિક શાળાના બાળકોને પસંદગી કરવા બદલ સંસ્થાનો સમગ્ર ગામ વતી અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

શાળાના દરેક બાળકોને ટીશર્ટ હાજર મહાનુભાવોના હસ્તે આપવામાં આવી હતી. શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા દરેક બાળકોને ટીશર્ટ વિતરણ વ્યવસ્થામાં મદદરૂપ બન્યા હતા. શાળા પરિવારે પણ આહાર સંસ્થા દેવગઢ બારીયા તરફથી ટીશર્ટ યુનિફોર્મ સ્વરૂપે, શાળામાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને મળતાં આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!