
જીગ્નેશ બારીયા રાજેશ વસાવે :- દાહોદ
દેવગઢ બારિયા તાલુકાના કેળકૂવા ગામે બે લંપટ યુવકોએ સગીરાની છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
15 વર્ષની સગીરાને મોટરસાયકલ સવાર બે યુવકોએ છેડતી કરી બળજબરીથી બાઈક પર બેસાડવાનો કર્યો પ્રયાસ
સગીરાએ બૂમાબૂમ કરતા બંને યુવકો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર
બંને યુવકો વિરુદ્ધ દેવગઢ બારીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો..
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કેળકુવા ગામે રસ્તે ચાલતી જતી એક ૧૫ વર્ષીય સગીરાને મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ બે યુવકોએ સગીરાની છેડતી કરી, જાતિય સતામણી કરી મોટરસાઈકલ પર બેસી જવા જબાણ કરતાં સગીરાએ બુમાબુમ કરી મુકતાં બંન્ને યુવકોએ સગીરાને મારી નાંખવાની ધમકી આપી નાસી ગયાં હતાં. આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગત તા.૨૩મી ડિસેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરા કેળકુવા ગામેથી સાંજના સાડા છ વાગ્યાના આસપાસ ચાલતી પસાર થઈ રહી હતી. આ દરમ્યાન મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ કેળકુવા ગામે રહેતાં નિલેશભાઈ જામસીંગભાઈ રાઠવા તથા જેન્તીભાઈ વિરસીંગભાઈ રાઠવાનોએ સગીરાને રસ્તામાં રોકી હતી અને ખેંચતાણ કરી જાતિસતામણી કરી હતી. સગીરાને બળજરીપુર્વક ખેંચતાણ કરી મોટરસાઈકલ પર બેસાડવાનો પ્રયાસ કરતાં સગીરાએ બુમાબુમ કરી મુકતાં ઉપરોક્ત બંન્ને યુવકો નાસી ગયાં હતાં અને સગીરાને ધાકધમકીઓ આપી, આજે તો તું હાથમાં ના આવી તો કંઈ નહીં, કાલે તો હાથમાં આવીશ, તેમ કહી ઉપરોક્ત બંન્ને યુવકો નાસી ગયાં હતાં.
આ સંબંધે જાતિય સતામણીનો ભોગ બનેલ સગીરાએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————–