
રાહુલ મહેતા :- દે. બારીયા
દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામનાં શિક્ષક પતિના આપઘાત પ્રકરણમાં પત્ની તેમજ સાસરીઆ સહિત પ્રેમી ફરાર યુવક વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો..
યુવકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા .
શિક્ષક પતિના આપઘાત પ્રકરણમાં અનેક મોટા માથા ફરિયાદ દાખલ ના થાય તે માટેના પ્રયત્નો કર્યા હોવાની ચર્ચા
રાજકીય વગ ધરાવતા સાસરીયા દ્વારા બનાવની ફરિયાદ દાખલ ના થાય તેવા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાની ચર્ચા.
પોલીસ ફરિયાદ નોંધાતા પત્ની સહિત સાસરિયાઓ તેમજ પ્રેમી ફરાર.
સમાજમાં આગેવાન તેમજ રાજકીય વગ ધરાવતા આ સાસરિયાઓના કૃત્યથી સમાજમાં જાણે કાળી ટીલી લાગી હોઈ તેમ.
રાજકીય વગ ધરાવતા આ યુવક ના સાસરિયાઓને પોલીસ પકડશે કે કેમ?
દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામના યુવકના આપઘાત પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદના કારણે પત્ની સહીત સાસરિયાં ઓ તેમજ પ્રેમી ફરાર પોલીસ આ તમામને ઝડપી પાડવામાં સફળ થશે કે કેમ જેવા અનેક સવાલો.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામના ૨૯ વર્ષ વર્ષ દિલીપ ભાઈ ભેમાભાઈ પટેલ ભુતિયા ગામ ની હિરલ જશવંત પટેલ સાથે છ માસ અગાઉ સમાજના રીતિરિવાજ મુજબ લગ્ન થયા હતા અને લગ્નના ટૂંક સમયમાં જ પત્ની ના અન્ય યુવક સાથે ના પ્રેમ પ્રકરણ ને લઇ પત્નિ તેમજ સાસરિયાઓ દ્વારા યુવક દિલીપને શારીરિક માનસિક ત્રાસ આપી મરવા માટે તેને મજબૂર કરતા ચાર માસ સુધી સતત અત્યાચાર તેમજ માનસિક ત્રાસથી વાજ આવેલા દિલીપ ભાઈ પટેલે આખરે મોતને વ્હાલું કરવા માટે તા ૬જાન્યુઆરી ના રોજ વહેલી સવારે ઍક નવ પાનાં ની સુસાઈડ નોટ લખી પોતાનાં મોબાઈલથી વોટ્સેપ મા મોકલી આપી ઝેરી દવા ગટગટાવી લેતા સુશાઇડ નોટ મોબાઇલ ઉપર આવતા તેના એક મિત્રએ તાત્કાલિક દીલીપ ની તપાસ કરતા દિલીપ તેની જ ઈકો ગાડીમાં ગાડી લોક કરી બેભાન હાલતમાં પડેલો હતો તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને તે પછી ગોધરા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યો હતો જ્યાં તેનું ચાર દિવસ પછી સારવાર દરમિયાન મોત નીપજતા દિલીપના મોટાભાઈ પર્વતભાઈ ભેમાભાઈ પટેલે સુસાઇડ નોટના આધારે તેમજ બે માસ અગાઉ દિલીપને મારતા દિલીપે તેના ભાઈને સાસરિયાઓ દ્વારામાર માર્યો હોવાની તે હકીકતના આધારે તેમજ સુસાઇડ નોટના આધારે દિલીપ ના સસરા જશવંત પટેલ રતનસિંહ કાળુભાઈ પટેલ રંગીતસિંહ કાળુભાઈ પટેલ જનકભાઈ રણજીતસિંહ પટેલ હર્ષદભાઈ રતનસિંહ પટેલ તેમજ તેની પત્ની હિરલબેન તેમજ હીરલ નો પ્રેમી વિશાલ જે પચેલા ગામનો છે તેમની વિરુદ્ધ ગુનો નોંધાવતા આ તમામ ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે દિલીપ ની લખેલી સુસાઇડ નોટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ રાજકીય વગ ધરાવતા અને સમાજ સેવાના નામે નામના મેળવનાર દિલીપના પટેલ ના સાસરિયાઓ વિરુદ્ધ લોકોએ ફિટકાર વરસાવ્યો હતો અને આવા લોકોના લીધે સમાજની બદનામી થતી હોવાનું પણ લોકો કહી રહ્યા છે ત્યારે ત્યારે આ ફરાર થયેલા દિલીપ ની પત્ની સહિત તેના સાસરિયાઓ તેમજ તેના પ્રેમીને પોલીસ વહેલી તકે ઝડપી પાડશે કે કેમ તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે આ બનાવ થી પંથક મા સમજ નાં આ આગેવાનો ના આ કૃત્ય થી સમાજ મા જાણે કાળી ટીલી લાગી ગઈ હોઈ તેમ કહેવાય રહ્યું છે બીજી તરફ ફરીયાદ નોંધાયા પછી તા ૧૧ જાન્યુઆરી ના રોજ દિલીપ પટેલ નો મૃતદેહ ગોધરાથી તેના ગામ રેબારી લાવતા પરિવારજનો સહિત ગ્રામજનો તેમજ શિક્ષક મિત્રો સહિત તેના અનેક મિત્રો મોટી સંખ્યામાં તેની અંતિમ યાત્રામાં જોડાયા હતા ત્યારે તેની અંતિમયાત્રા નીકળતા પરિવાર સહિત ગામ જાણે હિબકે ચડયું હોય તેમ ગમગીની છવાયેલી જોવા મળી હતી.
બોક્સ(૧) પતિના આ આપઘાત પ્રકરણમાં પોલીસ મથકે વહેલી સવારે મરણ જનાર દિલીપ પટેલ નો મોટોભાઈ ફરિયાદ નોંધાવવા જતાં આ બનાવની ફરિયાદ ના નોંધાઈ તે માટે દીલીપ ના સાસરિયાઓ દ્વારા રાજકિય તેમજ અન્ય વગ થી અનેક ધમપછાડા કર્યા હોવાનો પણ કહેવાય રહ્યું છે
(૨) ગુન્હો નોંધાતા ની સાથે જ દિલીપના સાસરીયા તેમજ તેની પત્ની સહિત તેનો પ્રેમી ફરાર થઈ ગયા હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે પોલીસ આ તમામ હાલ પોલિસ પકડ થી દુર છે ત્યારે પોલીસ આ લોકોને ઝડપી પાડવામાં સફળ રહેશે કે કેમ?