દાહોદમાં ખુલ્લી જગ્યામાં ધમધમતા હાઇ પ્રોફાઈલ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના દરોડાથી નાસભાગ: 15 જુગારીયાઓ લાખોની માલમતા સાથે ઝડપાયા: ૪ વોન્ટેડ
પોલીસે રોકડ રકમ, 11 નાના મોટા વાહનો, 14 મોબાઈલ ફોન મળી
દાહોદ તા.૦૩
દાહોદ શહેરના ઈન્દૌર નેશનલ હાઈવે પર આવેલ ડમ્પીંગ યાર્ડની પાછળ રમાતા મસમોટા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ વીજીલન્સની ટીમે ઓચિંતી રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે ૧૫ જુગારીઓને ઝડપી પાડી સ્થળ પરથી તેમજ અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૧,૦૫,૪૩૦ તેમજ ૧૪ મોબાઈલ ફોન અને ૧૧ વાહનો મળી કુલ રૂા. ૧૦,૨૫,૯૩૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જ્યારે આ રેડમાં ૪ જેટલા જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળે છે.
ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમને મળેલ બાતમીના આધારે ગતરોડ રાત્રીના સમયે દાહોદ શહેરના ઈન્દૌર અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલ ડમ્પીંગ યાર્ડની પાછળ ખુલ્લી જગ્યામાં ઓચિંતી રેડ પાડતાં સ્થળ પર મોટા પાયે જુગાર રમી રહેલ જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે ફારૂકભાઈ હારૂનભાઈ પટેલ (રહે. જુના વણકરવાસ, કસ્બા, દાહોદ), એઝાઝ વાહીદ બજારીયા, ઈર્શાદ ઈબ્રાહીમ કાગડા, અતેરા ગફારભાઈ બજારીયા, ઈનાયત અમીરભાઈ, સર્વરાજ શબ્બીર સાજી, મનોજ જગદિશભાઈ દેવડા, અનવર શબ્બીરભાઈ, રીયાજ મહોમદ દિલજાન, સંતોષ લક્ષ્મણભાઈ, ભાવેશભાઈ માનુભાઈ ખાંટ, મુસ્તુફા લીયાકત પઠાણ, રાજુભાઈ બાવનીયાભાઈ સાંસી અને મુકેશભાઈ કનુભાઈ સાંસી સહિત ૧૫ જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં ત્યારે ૪ જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી તેમજ ઝડપાયેલ જુગારીઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૧,૦૫,૪૩૦ની રોકડ રકમ સાથે ૧૪ મોબાઈલ ફોન તેમજ ૧૧ વાહનો મળી કુલ રૂા. ૧૦,૨૫,૯૩૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાે હતો. તમામ જુગારીઓને ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમે દાહોદ શહેર પોલીસ મથકે લઈ આવી હતી જ્યાં પોલીસે તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————