Sunday, 06/07/2025
Dark Mode

ગરબાડા તાલુકાના બાવકા ગામે મૂંગા પશુઓને કતલખાને લઇ જતી ગાડીને પકડવા ફિલ્મી ઢબે પીછો કરતાં ક્રુઝર પલટી મારી, ચાલક ફરાર..

March 10, 2022
        570
ગરબાડા તાલુકાના બાવકા ગામે મૂંગા પશુઓને કતલખાને લઇ જતી ગાડીને પકડવા ફિલ્મી ઢબે પીછો કરતાં ક્રુઝર પલટી મારી, ચાલક ફરાર..

રાહુલ ગારી :- દાહોદ 

ગરબાડા તાલુકાના બાવકા ગામે મૂંગા પશુઓને કતલખાને લઇ જતી ગાડીને પકડવા ફિલ્મી ઢબે પીછો કરતાં ક્રુઝર પલટી મારી, ચાલક ફરાર..

પોલીસે ક્રૂર રીતે બાંધેલા 6 પશુઓને બચાવ્યા , 3.32 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે પશુઓને ગૌશાળા મોકલી ચાલક સામે ફરિયાદ નોંધી

ગરબાડા તા.10

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બાવકા ગામે એક પીકઅપ ગાડીમા ભેંસો તથા નાના પાડાઓ ભરી કતલ ખાતે લઈ જતો હતો . તે સમયે પોલીસે તેનો પીછો કરતાં ગાડીના ચાલકે વાહન ભગાડતાં આગળ જતાં વાહન પલ્ટી ખાઈ જતાં ચાલક ભાગી ગયો હતો . પોલીસે વાહનમાંથી કુલ 6 પશુઓ કિંમત રૂ . 82 હજાર તથા ગાડીની કિંમત મળી કુલ રૂ . 3 લાખ 32 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો . ગરબાડા તાલુકાના બાવકા ગામેથી એક ક્રુઝરનો ચાલક પોતાની ગાડીમાં ચાર ભેંસો તથા બે નાના પાડાઓને વગર ઘાસ ચારો અને પાણીની સુવિધા વગર પશુઓને ક્રુરતા પુર્વક બાંધી કતલ ખાને લઈ જતો હોવાની બાતમી પોલીસને મળી હતી . પોલીસે ક્રુઝર ગાડીનો પીછો કરતાં ગાડીના ચાલકે પોલીસને જોઈ ગાડી ભગાવી હતી અને થોડે દુર જઈ ગાડી પરનો સ્ટેરીંગ ગુમાવી દેતાં ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી . આ તકનો લાભ લઈ ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો . પોલીસે ગાડીમાંથી કુલ 6 પશુઓને બચાવી લઈ નજીકની ગૌશાળા ખાતે પશુઓને મોકલી આપ્યાં હતાં .

6 પશુઓને બચાવી લઈ નજીકની ગૌશાળા ખાતે પશુઓને મોકલી આપ્યાં હતાં . પોલીસે રૂ . 82 હજારની કિમતના પશુઓ સાથે ગાડીની કિંમત મળી કુલ રૂ . 3 લાખ 32 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગાડીના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!