Thursday, 28/03/2024
Dark Mode

દાહોદમાં સ્વયંભૂ કર્ફ્યુના પ્રથમ દિવસે સ્ટેશનરોડના કેટલાક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો:શહેરના મોટાભાગના વિસ્તારો બંધ રહ્યા

દાહોદમાં સ્વયંભૂ કર્ફ્યુના પ્રથમ દિવસે સ્ટેશનરોડના કેટલાક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો:શહેરના મોટાભાગના વિસ્તારો બંધ રહ્યા

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદમાં સ્વયંભૂ કર્ફ્યુના પ્રથમ દિવસે સ્ટેશનરોડના કેટલાક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો:શહેરના મોટાભાગના વિસ્તારો બંધ રહ્યા
  • કોરોનાની ચેઇન તોડવા માટે અપાયેલા સ્વયંભૂ કરફ્યુ ના પ્રથમ દિવસે ચાર વાગ્યાં બાદ બજારો બંધ રહેતા શહેરના માર્ગો પર સન્નાટો છવાયો
  • પોલિસની સમજાવટ બાદ વેપારીઓએ દુકાનો બંધ કરી 

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લામાં આજે ૦૪ વાગ્યાથી કલેક્ટરના સ્વંભુ કફ્ર્યું પાળના આદેશો સાથે દાહોદ શહેરમાં ચાર વાગ્યાની સાથે જ વેપારી ધંધાદારી આલમ દ્વારા પોતાના ધંધા, રોજગાર બંધ કરી દીધા હતાં. ૦૪ વાગ્યા બાદ સ્વંયભુ કફ્ર્યુ છવાઈ ગઈ હતું. રસ્તાઓ પર એકલ દોકલ રાહદારીઓ, વાહન ચાલકો સીવાય કોઈ નજરે પડ્યું ન હતું. આમ, દાહોદ શહેરમાં કફ્યુનું ચુસ્તપણે શહેરવાસીઓએ પાલન કરતાં ૦૪ વાગ્યા બાદનું કરફ્યુંનું એલાન સફળ રહેવા પામ્યું હતું ત્યારે બીજી તરફ શહેરના સ્ટેશન રોડના કેટલાક વેપારીઓ દ્વારા આ કરફ્યુંનો વિરોધ દર્શાવતાં આખરે પોલીસની સમજાવટને પગલે આ વેપારીઓએ પણ પોતાના રોજગાર ધંધા બંધ કરી દીધા હતાં.

દાહોદ જિલ્લામાં છેલ્લા એક તબક્કાથી કોરોના વાયરસના કેસોમાં થઇ રહેલા ચિંતાજનક વધારાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તબક્કાવાર વિવિધ પગલાં લેવાઇ રહ્યા છે તેમાં હવે દાહોદ જિલ્લાના વિવિધ વેપારી મંડળોનો પણ સહયોગ સાંપડ્યો છે. ખાસ અધિકારી રાજકુમાર બેનીવાલ અને કલેક્ટર વિજય ખરાડી સાથે બેઠકો બાદ એવો ર્નિણય લેવામાં આવ્યો હતો કે, સમગ્ર દાહોદ જિલ્લામાં બપોર બાદ ચાર વાગ્યાથી સ્વયંભૂ કર્ફ્‌યુ પાળવામાં આવશે. વેપારી મંડળોનો આ ર્નિણય આવકારદાયક છે. કોરોના વાયરસની બીજી લહેર વધુ ખતરનાક છે. વાયરસનું સંક્રમણ તીવ્રગતિથી ફેલાઇ રહ્યું છે તેને રોકવા માટે રાજ્ય સરકાર તમામ પ્રકારના પગલાંઓ લઇ રહી છે પણ જ્યાં સુધી લોક સહકાર ના મળે ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓ અપૂર્ણ છે તે બાબતને ધ્યાને રાખીને દાહોદ જિલ્લાના વેપારી મંડળોએ સહકારમાં એક કદમ આગળ વધાર્યું છે અને ઉક્ત ર્નિણય લીધો છે. બેઠકમાં ચર્ચા થયા બાદ એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, સમગ્ર દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનો પ્રકોપ શાંત ના થાય ત્યાં સુધી બપોર બાદ વેપારધંધા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. નાગરિકોએ આ બાબતની નોંધ લઇ બપોર બાદ ઘરની બહાર ખરીદીના હેતુંથી બહાર નીકળવું નહી. આ ર્નિણય નાગરિકોના વ્યાપક હિતમાં લેવામાં આવ્યો છે. આ ર્નિણય સમગ્ર દાહોદ જિલ્લામાં લાગું પડશે. આજથી બપોરના ચાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્‌યુ અમલમાં રહેશે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ઉક્ત બાબતમાં સંપૂર્ણ સહયોગ આપશે. તેવું કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા પોલીસ વડા હિતેશ જાેયસરે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે. આજે સોમવારે ૦૪ વાગ્યાથી સ્વયંભુ કરફ્યુનું ચુસ્તપણે પાલન કરતાં શહેરવાસીઓ નજરે પડ્યાં હતાં. તમામે પોતાના રોજગાર ધંધા ૦૪ વાગ્યાથી બંધ કરી દીધા હતાં. કરફ્યુ સફળ રહ્યું હતું પરંતુ સ્ટેશન રોડના કેટલાક વેપારીઓ દ્વારા આ કફ્ર્યુનો વિરોધ નોંધાવી રોજગાર ધંધા ચાલુ રાખ્યાં હતાં પરંતુ સ્થળ પર પહોંચેલી પોલીસે વેપારીઓને સમજાવતાં આખરે વેપારીઓ માની ગયાં હતાં અને પોતાના રોજગાર ધંધા બંધ કરી દીધા હતાં. ચાર વાગ્યા બાદ તમામ રસ્તાઓ સુમસામ ભાસતાં હતાં. માત્ર મેડીકલ સ્ટોર્સ તેમજ શાકભાજી,ફ્રુટની લારીવાળા તેમજ કોઈ ખાસ કામ અર્થે ઘરની બહાર નીકળેલા એકલ દોકલ રાહદારી તેમજ વાહન ચાલકો જ નજરે પડ્યાં હતાં.

—————————-

error: Content is protected !!