
રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ભાગ ૨ અંતર્ગત શૌચાલય બનાવવા માંગતા નાગરિકો અરજી કરી શકશે
દાહોદ તા. ૩૦ :
દાહોદ જિલ્લામાં ગ્રામ્યકક્ષા એ સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના ભાગ-૨ અંતર્ગત શૌચાલય વિહોણા કુટુંબોને શૌચાલયનો લાભ મેળવવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો અરજી સાથે જરૂરી આધાર પુરાવા (મોબાઇલ નંબર, આધાર કાર્ડ, આકારણી, બેંક પસબુકની ઝેરોક્ષ, તેમજ અગાઉ કોઇપણ યોજના અંતર્ગત શૌચાલયનો લાભ ન મળ્યા અંગેનું પ્રમાણપત્ર લઈ તલાટી કમ મંત્રી મારફતે તાલુકા પંચાયતની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના શાખાનો સંપર્ક કરવાનો રહેશે.
સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના અંતર્ગત યોજનાની વેબસાઇટ સીટીઝન એપ્લીકેશન મારફતે અરજી ઓનલાઇન કરવી. તાલુકા કક્ષાએથી મંજુરી મળ્યાથી સત્વરે શૌચાલયનું બાંધકામ નિયત ડિઝાઇન મુજબ દિન -૧૦ માં પુર્ણ કરવું. શૌચાલય બનાવવાનું કામ પુર્ણ થયે જરૂરી આધાર પુરાવા સાથે તાલુકા પંચાયત કચેરીમાં જમા કરાવવાના રહેશે. અરજી ફોર્મ અને અરજી ઓનલાઇન કરવા માટે કોઇ ફી આપવાની રહેતી નથી. વધુ માહિતી માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સંપર્ક કરવા દાહોદનાં ડીઆરડીએ નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.