
સુમિત વણઝારા
દાહોદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો : ૬૯ યુવાનોની નોકરી માટે પ્રાથમિક પસંદગી
દાહોદ, તા. ૩૦ :
જીલ્લા રોજગાર વિનિમય કચેરી દાહોદ દ્વારા સરકારી આઈટીઆઈ દાહોદ ખાતે દાહોદ જિલ્લાના યુવાનો ખાનગી ક્ષેત્રમા રોજગારી અને સ્વરોજગારીની તકો મળે તે માટે જીલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. તેમજ સ્વરોજગાર શિબિર પણ યોજાઇ હતી. ગત તા. ૨૮ જુલાઇના રોજ યોજાયેલા આ ભરતી મેળામાં ૬૯ યુવાનોની નોકરી માટે પ્રાથમિક પસંદગી કરાઇ છે.
ભરતી મેળામાં દાહોદ, પંચમહાલ, અમદાવાદ જીલ્લાના નોકરીદાતા ઉપસ્થિત રહ્યાં હતા અને નિયત લાયકાત ધરાવતા ૧૫૮ થી વધુ યુવાનોએ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. ૬૯ યુવાનોની નોકરી માટે પ્રાથમિક પસંદગી પણ કરાઇ છે.
યુવાનોને આગામી દિવસોમાં ઘેર બેઠા રોજગારીનો લાભ લેવા અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર અને નેશનલ કેરિયર સેન્ટર www.ncs.gov.in પર રજીસ્ટ્રેશન કરવા અને રોજગાર સેતુ હેલ્પલાઇન ૬૩૫૭૩૯૦૩૯૦ નો સંપર્ક કરવા તેમજ ભરતી મેળામાં રોજગારી મેળવવા માંગતા ન હોય તેઓને સ્વરોજગારી માટે સ્વતંત્ર ધંધો વ્યવસાય કરવા લોન સહાય મેળવવા જીલ્લા ઉધોગ કેન્દ્ર દાહોદ યાદી મુજબના ડોક્યુમેન્ટ સાથે સંપર્ક કરવા માર્ગદર્શન અપાયું હતું. તેમજ લશ્કરી ભરતીની તૈયારી માટે નિવાસી તાલીમમા રસ ધરાવતા ઉમેદવારોને રોજગાર કચેરી દાહોદ ખાતે ફોર્મ ભરવા માહિતી અપાઇ હતી.