Friday, 11/07/2025
Dark Mode

દાહોદના યુવકને ઓનલાઇન આઇપેડ વેચવું મોંઘુ પડ્યું:આઇપોડની સોદેબાજીમાં દાહોદના યુવકની નજર ચૂકવી મી.નટવર લાલે 41 હજાર રૂપિયા પડાવ્યા…

May 31, 2021
        1212
દાહોદના યુવકને ઓનલાઇન આઇપેડ વેચવું મોંઘુ પડ્યું:આઇપોડની સોદેબાજીમાં દાહોદના યુવકની નજર ચૂકવી મી.નટવર લાલે 41 હજાર રૂપિયા પડાવ્યા…

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદના યુવકને ઓનલાઇન આઇપેડ વેચવું મોંઘુ પડ્યું

આઇપોડ વેચવાની લ્હાયમાં દાહોદના યુવક પાસેથી ઠગે 41 હજાર રૂપિયા પડાવ્યા 

દાહોદ તા.

દાહોદ શહેરમાં એક યુવકે પોતાનો આઈપેડ વેચવા માટે ઈન્ટરનેટ વેબસાઈટ પર એડવટાઈઝ આપી હતી. આ એડવટાઈઝ જાેઈ એક ઈસમે દાહોદના યુવકનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરી પોતે આઈપેડ લેવા ઈચ્છા ધરાવી હતી અને દાહોદના યુવકના પેટીએમમાં આઈપેડના નાણાં નાંખવાની જગ્યાએ તેનાજ પેટીએમમાંથી રૂા.૪૧,૦૦૦ ટ્રાન્ઝેક્શન કરી વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ સંબંધે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાં પામી છે.

 દાહોદ શહેરમાં ઠક્કર ફળિયા ખાતે બાદશાહની ગળી, ચુનાવાલા કમ્પાઉન્ડની સામે રહેતાં મહંમદ શબ્બીરભાઈ પોપટ (વ્હોરા)એ તારીખ ૦૧.૦૩.૨૦૨૧ના રોજ પોતાનો એપલ કંપનીનો આઈપેડ વેચવા માટે ઓનલાઈન બેવસાઈટ પર એડવટાઈઝ મુકી હતી. આ એડવટાઈઝ જાેઈ નિતીનકુમાર નામક વ્યક્તિએ મહંમદનો સંપર્ક કર્યાે હતો અને એકબીજા સાથે આ મામલે વાતચીત પણ કરી હતી. નિતીનકુમારે આઈપેડ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરતાં આ આઈપેડની કિંમત રૂા.૨૨,૦૦૦ મહંમદ નક્કી કરવામાં આવી હતી અને આ કિંમત ચુકવવા નિતીનકુમાર તૈયાર થયાં હતાં. આ બાદ નિતીનકુમારે મહંમદભાઈ પાસેથી તેનો પેટીએમ નંબર અને કોડ મંગાવ્યો હતો અને તેના પેટીએમમાં રૂા.૨૨,૦૦૦ ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું હતું. મહંમદે પોતાનો પેટીએમ નંબર અને કોડ બંન્ને નિતીનના વોટ્‌સએપ પર મોકલી આપ્યાં હતાં. આ બાદ આઈપેડના રૂા.૨૨,૦૦૦ તો નિતીનકુમારે ન ચુંકવ્યાં પરંતુ પોતાનો કસબ અજમાવી મહંદમભાઈના પેટીએમમાંથી થોડા થોડા કરી કુલ રૂા.૪૧,૦૦૦નું ટ્રાન્ઝેક્શન કરી વિશ્વાસઘાત, છેતરપીંડી, ઠગાઈ કરતાં આ મહંમદભાઈ શબ્બીરભાઈ પોપટ (વ્હોરા) દ્વારા નીતિનકુમાર નામક વ્યક્તિ વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!