ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તા.29
સંતરામપુર તાલુકામાં નકલી CID પોલીસ બનીને આવેલા ચાર વ્યક્તિઓને ઝડપી તેઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં વધુ એક આરોપીનું નામ બહાર આવ્યું હતું
સંતરામપુર તાલુકાના મોલારા ગામેથી નકલી CID પોલીસ બનીને ઉઘરાણું કરવાનું અને લોકોને ડરાવીને પૈસા પાડવાનું કામ કરતાં ચાર લોકોને સંતરામપુર પોલીસે ઝડપી પાડયા હતા.અને તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના ૭ દિવસનાં રિમાન્ડ આપ્યા હતા.રિમાન્ડ અને પૂછપરછ દરમિયાન ચારેય આરોપીને સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી અને વધુ એક આરોપ નામ ખૂલ્યું હતું.સંતરામપુર તાલુકાના લીમડી ગામના આરોપી હર્ષદભાઈ બળવંતભાઈ ડામોર નું બહાર નામ જાહેર થયું હતું સંતરામપુર પોલીસ પી એસ.આઈ બી.એચ.રાઠોડ પૂછપરછ દરમિયાનમાં આરોપીનું નામ બહાર આવ્યું હતું સંતરામપુર તાલુકાના લીમડી ગામના હર્ષદભાઈ બળવંતભાઈ ડામોર અને હાલ વડોદરા ખાતે પાદરા તાલુકાના એલેમ્બિક કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવે જાણ થતાં તાત્કાલિક પી.એસ.આઇ બરોડાથી આરોપીની તપાસ કરીને અટકાયત કરી હતી અને તેની પાસેથી નકલી CID નું કાર્ડ પણ જપ્ત કર્યું હતું.અને કોર્ટમા નામદાર કોર્ટમાંથી રિમાન્ડ માંગતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે હજુ સંતરામપુર પોલીસ સઘન તપાસ કરી રહી છે.