
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના નસીરપુર ગામે ઇન્દોર અમદાવાદ હાઇવે પર અજાણ્યા વાહને બાઇક સવાર દંપતીને અડફેટે લીધું: પતિનું સારવાર દરમિયાન મોત.
ઇન્દોર અમદાવાદ હાઈવે પર દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો..
દાહોદ તા.૦૫
દાહોદ તાલુકાના નસીરપુર ગામેથી પસાર થતાં અમદાવાદ – ઈન્દૌર નેશનલ હાઈવે પરથી મોટરસાઈકલ પર પસાર થઈ રહેલ એક દંપતિને અજાણ્યા વાહનના ચાલકે અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર દંપતિ પૈકી પતિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૦૩ જુલાઈના રોજ દાહોદ તાલુકાના મોટી સારસી ગામે ભાભોર ફળિયામાં રહેતાં શાંતિલાલભાઈ ભીમજીભાઈ ભાભોર અને તેમની પત્નિ શીલાબેન શાંતિલાભાઈ ભાભોર બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ દાહોદ તાલુકાના નસીરપુર ગામેથી અમદાવાદ – ઈન્દૌર હાઈવે પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ત્યાંથી એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઉપરોક્ત દંપતિની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારી નાસી જતાં દંપતિ મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાયું હતું જેને પગલે બંન્ને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્નેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જેમાં સારવાર દરમ્યાન શાંતિલાલભાઈનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે મૃતક શાંતિલાલભાઈના ભાઈ અર્જુનભાઈ ભીમજીભાઈ ભાભોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.