
સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના સીમલીયા ગામે 19 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું..
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલીયા ગામે એક ૧૯ વર્ષીય યુવતીએ અગમ્યકારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગતરોજ ઝાલોદ તાલુકાના સીમલીયા ગામે કાગલાખેડા ફળિયામાં રહેતા ૧૯ વર્ષીય કિંજલબેન રાજેશભાઈ કિશોરીએ અગમ્યકારણોસર પોતાના ઘરમાં ઘરના સરા સાથે નાઈલોનની દોરી પોતાના ગળામાં બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યાં કરી લીધી હતી. ઘટનાને પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં સ્થાનીક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતક કિંજલબેનની લાશને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપ્યાં હતાં.
આ સંબંધે લીમડી પોલીસ મથકે જાણ કરાતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.