Wednesday, 10/08/2022
Dark Mode

દાહોદમાં જય રણછોડ માખણચોરના ગગનભેદી નારા સાથે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન..

July 1, 2022
        503
દાહોદમાં જય રણછોડ માખણચોરના ગગનભેદી નારા સાથે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન..

રાજેન્દ્ર શર્મા,દાહોદ લાઈવ ડેસ્ક

 

દાહોદમાં જય રણછોડ માખણચોરના ગગનભેદી નારા સાથે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન..

 કોરોના કાળમાં બે વર્ષ બાદ નિકળેલી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું…

 

 રથયાત્રાના રૂટ પર ઠેરઠેર ખાણીપીણીના સ્ટોલો ઉભા કરાયા..

રથયાત્રામાં ૨૦૦ કીલો મગ તથા ૫૦૦ કીલો જાંબુના પ્રસાદનું વિતરણ…

 

 રથયાત્રામાં વિવિધ કલાકૃતિ વાળી ઝાંખીઓ, કલાકારોના હેરતાંગેજ કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા…

 રથયાત્રા દરમિયાન પોલીસ તંત્ર ખડે પગે તેનાત રહ્યો..

 

દાહોદ તા.૦૧

દાહોદમાં ૧૫મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની ભવ્યાતિ ભવ્ય નીકળી હતી. સમગ્ર વાતાવરણ જય શ્રી જગન્નાથજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દાહોદમાં હનુમાન બજાર સ્થિત રણછોડ મંદિરેથી આજે અષાઢી બીજે નીકળેલ રથયાત્રામાં બે ઘોડા, મહાદેવ, શેષનાગ, અખાડો, જય જવાન જય કિશાન ટેબ્લો, બેન્ડવાજા, ભસ્મ રમૈયા ડમરૂં, શહનાઈ, ભગવાન રાધાકૃષ્ણની ઝાંખી, રામ દરબાર, હનુમાન કવીરાજ ઢોલ, હરે રામ હરે કૃષ્ણ મંડળ, મારેલા મંડળો વિગેરે મંડળોએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. રથયાત્રામાં ૨૦૦ કીલો મગ તથા ૫૦૦ કીલો જાંબુના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં મહિલાઓ, બાળકો, વયોવૃધ્ધથી લઈ સૌ કોઈ મોટી સંખ્યામાં જાેડાયાં હતાં. 

 

દાહોદમાં બે વર્ષ પછી ભગવાન શ્રી જગન્નાથજી નગર ચર્યાએ નીકળવાના છે તેને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે પરંતુ કોરોના કાળમાં ભક્તોને ઘરે બેઠે દર્શનનો લાભ મળ્યો હતો પરંતુ લોકો ભગવાનની નગર ચર્યામાં જાેડાઈ ચુક્યાં ન હતાં. દાહોદમાં ૧૫મી રથયાત્રાને લઈ મોસાળમાં ભારે ઉત્સાહ, ઉમંગ સાથે રથયાત્રા આવકારવા માટે રાહ જાેઈ રહ્યાં છે. કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ સુધી શ્રધ્ધાળુઓ રથયાત્રામાં જાેડાઈ શક્યા ન હોઈ સાથેજ મોસાળમાં પણ રથયાત્રાનું સ્વાગત કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો હતો. દાહોદ શહેરમાં આજે નીકળેલ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળી હતી. સવારે સાડા આઠ વાગ્યાના સમયે મહાનુભવો દ્વારા પહીંદ વિધી તથા મહા આરતી કરવામાં આવી હતી ત્યાર બાદ નવ વાગ્યે મહાનુભવો દ્વારા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ત્યાર બાદ રથયાત્રા હનુમાન બજાર થઈ એ.પી.એમ.સી. પહોંચી સાડા દશ વાગ્યે સરદાર પટેલ ચોક (પડાવ) થઈ પીપળીયા હનુમાનજી થઈ દૌલંતગંજ બજાર થઈ ગૌશાળા પહોંચશે ત્યાથી બપોરના સવાર બાર વાગ્યે સોનીવાડ રાધા કૃષ્ણ મંદિરે ભગવાન વિસામો લીધો હતો અને ત્યાં ભગવાનની આરતી કરી તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં હજારોની સંખ્યામાં ભક્તો મહા પ્રસાદનો લાભ લીધો હતો. એક કલાકના વિસામા બાદ પુનઃ રથયાત્રા શરૂં થઈ આગળ વધી મંડાવાવ ચોક, ગોવિંદ નગર ચોક, ઠક્કર બાપા સર્કલ, માણેક ચોક દેસાઈવાડા (જનતા ચોક), એમ.જી. રોડ, નગરપાલિકા ચોક, નેતાજી બજાર થઈ હનુમાન બજાર થઈ સાંજના છ વાગ્યે રથયાત્રા નીજ મંદિરે પરત આવી હતી જ્યાં ભગવાન જગન્નાથજીની આરતી થયાં બાદ રથયાત્રા સમાપન થનાર છે. રથયાત્રાના રૂટ પર યાત્રા દરમ્યાન ઠેર ઠેર ઠંડા પીણા, અલ્પાહાર વિગેરેના સ્ટોલ દરેક સમાજ દ્વારા ઉભા કરવામાં આવશે તેથી મોટામાં મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જાેડાયા હતા.

 

 *રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવા માટે 678 પોલીસ કર્મીઓ ખડે પગે તૈનાત કર્યા..*

 

૧૫મી રથયાત્રા શાંતિપુર્ણ માહોલમાં સંમ્પન્ન થાય અને શહેરમાં અમન અને શાંતી જળવાઈ રહે તે માટે રથયાત્રા દરમ્યાન એક એસ.એસ.પી., ડી.વાય.એસ.પી., ૪ પી.આઈ., ૩૧ પી.એસ.આઈ., ૬૪ જેટલા એ.એસ.આઈ., ૧૪૫ જેટલા જી.આર.ડી. જવાન, ૮૬ પોલીસ કોન્સ્ટેબલ, ૧૦૦ જેટલા એસ.આર.પી. જવાન, ૧૪૫ જેટલા હોમગાર્ડ જવાન ૬૯ જેટલા ટી.આર.બી. જવાન તથા ૩૩ જેટલી મારેલા પોલીસ મળી કુલ ૬૭૮ જેટલા પોલીસ અધિકારી, કર્મચારીઓ ખડેપગે તૈનાત રહ્યાં હતાં. રથયાત્રાના રૂટમાં ફીક્સ પોઈન્ટ, ટ્રાફિક પોઈન્ટ, ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યાં હતાં. રથયાત્રામાં પુશીંગ સ્કોવર્ડ, મોરચા સ્કોવર્ડ, મોબાઈલ પેટ્રોલીંગ, ઘોડે સવાર પાર્ટી વિગેરે રહેશે અને રથયાત્રા ઉપર નજર રાખવામાં આવી હતી. રથયાત્રામાં અખાડાના હેરત ભર્યા દાવ, જય જવાન જય કિશાન ટેબ્લો, રાધા કૃષ્ણની ઝાંખી, ભસ્મ રમૈયાનું ડમરૂ, રામ દરબાર ઈન્દૌરથી આવેલ હનુમાનજી તથા વાનરો આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!