
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા પોલીસે ગણતરીના કલાકમાં બે ચોરીના આરોપીને ઝડપી પાડયા
ફતેપુરા તા.29
ફતેપુરા પોલીસ અને ઉપલા અધિકારીઓ ના આદેશ અને માર્ગદર્શન મુજબ ફતેપુરા ના પટેલ પેટ્રોલ પંપ અને કુમાના મુવાડા પ્રાથમિક શાળા માં થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકમાં મુદ્દામાલ સાથે રિકવર કર્યો હતો
ફતેપુરા ના પટેલ પેટ્રોલ પંપ ઉપર બે દિવસ અગાઉ 25,600 રૂપિયા અને મોબાઇલ ની કિંમત 12000 મળી કુલ ૩૭ હજાર છસો રૂપિયાની ચોરી ની ફરિયાદ મળી હતી અને કુમાના મુવાડા પ્રાથમિક શાળાનો દરવાજાનો નકૂચો તોડી ચોરી કરેલ રૂપિયા 11600 મુદ્દામાલ ચોરાયેલ ની ફરિયાદ મળેલ જે ફતેપુરા પી.એસ.આઇ સી.બી. બરંડા પીન્ટુભાઇ સુભાષભાઈ,મહેશભાઈ પ્રતાપભાઈ, જીતેન્દ્ર ભાઇ પુંજાભાઇ,દીપકભાઈ ચંદ્રસિંહ ના સ્ટાફ સાથે ગુનાવાળી જગ્યાના C. C. T. V.કુટેજ મેળવી અલગ-અલગ ત્રણ ટીમો બનાવી વુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ નો ઉપયોગ કરી ત્રણ આરોપીઓ ઝડપી પાડયા હતા તેમાં 1.ઘનશ્યામ મહેશ કટારા બટકવાડા 2.ધર્મેન્દ્ર કાંતિલાલ ડામોર મોટીનાદુકણ 3.સહદેવ તેરસિંહ બટકવાડા અને તેઓની પૂછપરછની કબૂલાતમાં કુમાના મુવાડા પ્રાથમિક શાળામાં થયેલ ચોરીની કબુલાત કરી હતી જે મુદ્દામાલ 100% ફતેપુરા પી.એસ.આઇ સી. બી.બરંડા ના ઓ દ્વારા રિકવરી કરેલ હતો જે કામગીરી બિરદાવવા લાયક જણાયેલ છે