
દાહોદ:ભુજથી સસ્પેન્ડ આઈબી પી.એસ.આઇએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ…
દાહોદ તા.૨૯
દાહોદમાં આજરોજ એક સસ્પેન્ડ આઈ.બી. વિભાગના પી.એસ.આઈ.એ અગમ્યકારણોસર ઝેરી દવા પી જતાં તેઓને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
ભુજના આઈ.બી. પોલીસ મથકે ફરજ બજાવતાં અને હાલ દાહોદ ખાતે રહેતાં ભુજથી સસ્પેન્ડ થઈ આવેલા સુનીલ વૈષ્ણવ નામક પી.એસ.આઈ.એ દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે આવેલ હેલીપેડ ખાતે અગ્મ્યકારણોસર ઝેરી દવા પી જતાં તેઓની હાલત અત્યંત ગંભીર બની હતી અને આસસાના લોકો દ્વારા પોલીસનો સંપર્ક સાંધતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સુનીલભાઈ વૈષ્ણવને લઈ પોલીસ દાહોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પોલીસનો કાફલો પણ દોડી ગયો હતો. જાણવા મળ્યાં અનુસાર, હાલ સસ્પેન્ડ પી.એસ.આઈ. સુનીલ વૈષ્ણવની તબીયત સુધારામાં છે.
——————————-